Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં દુકાનની પાસે દારૂ પીવા મનાઈ કરતાં વેપારી પર ચપ્પુથી હુમલો કર્યો

સુરતમાં એક વેપારીની દુકાનની બહાર રાત્રીના સમયે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોય છે. જ્યારે વેપારી પોતાની દુકાન સવારે ખોલ્લે ત્યારે દુકાની બહાર જ દારૂની બોટલો પડી હોય છે. જેના કારણે વેપારીઓએ કેટલાક લોકોને દુકાન પાસે દારૂ ન પીવાની ચેતવણી આપતા અસમાજિક ત્તત્વો બોલાચાલી કરીને વેપારીના પગમાં ચપ્પુ મારતા તેમને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. જેના કારણે તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 02 Apr 2026 12:37 PM IST
સુરતમાં  દુકાનની પાસે દારૂ પીવા મનાઈ કરતાં વેપારી પર ચપ્પુથી હુમલો કર્યોસુરતમાં  દુકાનની પાસે દારૂ પીવા મનાઈ કરતાં વેપારી પર ચપ્પુથી હુમલો કર્યો

સુરતના સગરામપુરા વિસ્તારમાં અસમાજિક તત્ત્વોની દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સગરામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં વેપારીને પગમાં ગંભીર ઈજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ, બસંતભાઈ બાઈદાન રામ નામના વેપારી નવસારી બજાર વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. તેઓ રોજની જેમ રાત્રે દુકાન બંધ કરીને ઘરે જતા રહે છે. આ દરમિયાન કેટલાક લુખ્ખા તત્ત્વો તેમની દુકાનની બહાર જ દારૂની મહેફિલ માણતા હતા અને ત્યાં જ દારૂની બોટલો ફેંકી જતા હતા.

સવારે દુકાન ખોલતાં બસંતભાઈને વારંવાર દુકાનની બહાર દારૂની ખાલી બોટલો અને ગંદકી જોવા મળતી હતી, જેના કારણે તેઓએ આ તત્ત્વોને દુકાનની સામે દારૂ ન પીવાની ચેતવણી આપી હતી. આ બાબતે અસમાજિક તત્ત્વો ગુસ્સે થઈ ગયા અને બોલાચાલી દરમિયાન વાત હિંસક બની ગઈ.

આ દરમિયાન કેટલાક શખ્સોએ બસંતભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેમાં તેમને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા, જેના કારણે હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા.

ઈજાગ્રસ્ત બસંતભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈને વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે નવસારી બજાર વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, જેના કારણે વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. તેઓએ પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે.

આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે હવે પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.