IPL 2026: દિલ્હી માટે ‘કરો કે મરો’ની મેચ, KKR સામે જીત જ એકમાત્ર વિકલ્પ



ફાઈલ ફોટો
IPL 2026: દિલ્હી માટે ‘કરો કે મરો’ની મેચ, KKR સામે જીત જ એકમાત્ર વિકલ્પ



ફાઈલ ફોટો
નવી દિલ્હી: IPL 2026ની 51મી મેચમાં આજે સાંજે 7:30 વાગ્યે Delhi Capitals અને Kolkata Knight Riders વચ્ચે જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ટક્કર જામશે. દિલ્હી માટે આ મેચ ‘કરો કે મરો’ જેવી બની ગઈ છે. જો ટીમ આ મેચ હારે તો પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ જશે. બીજી તરફ KKR પણ જીત સાથે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખવા મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચે સીઝનની આ પહેલી અથડામણ છે.
દિલ્હી માટે કેપ્ટન Axar Patelનું બેટિંગ અને Kuldeep Yadavની બોલિંગ ચિંતાનો વિષય બની છે. બંને ખેલાડીઓએ આજે પોતાની શ્રેષ્ઠ રમત બતાવવી પડશે.
બીજી તરફ KKRની શરૂઆત પણ સીઝનમાં નબળી રહી હતી. ટીમે સતત 5 મેચ ગુમાવી હતી અને એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જોકે છેલ્લા ત્રણ મેચમાં કોલકાતાએ જબરદસ્ત વાપસી કરી છે. ટીમે Rajasthan Royals, Lucknow Super Giants અને Sunrisers Hyderabad સામે સતત જીત મેળવી છે. હવે દિલ્હી સામે જીતનો ચોગ્ગો મારવા KKR તૈયાર દેખાઈ રહી છે.
નવી દિલ્હીમાં મેચ દરમિયાન હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે. તાપમાન આશરે 22 ડિગ્રી સેલ્સિયસ અને ભેજ 45 ટકા આસપાસ રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા નથી.
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ યોગ્ય લાઇન-લેન્થ પર બોલિંગ કરનાર બોલરો અહીં અસરકારક સાબિત થાય છે. આ સીઝનમાં Royal Challengers Bengaluruના Josh Hazlewood અને Bhuvneshwar Kumarએ દિલ્હીને માત્ર 75 રનમાં ઓલઆઉટ કરી હતી. જ્યારે Chennai Super Kings માટે Akeal Hosein અને Noor Ahmadએ શાનદાર બોલિંગ કરી હતી. અહીં રમાયેલી 5માંથી 4 મેચમાં ટાર્ગેટ ચેઝ કરનાર ટીમને જીત મળી છે.
હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો DC અને KKR વચ્ચે અત્યાર સુધી કુલ 35 મેચ રમાઈ છે. જેમાં દિલ્હીએ 15 જીત મેળવી છે, જ્યારે કોલકાતાએ 19 મેચમાં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું નહોતું.




