Get News Alerts

Never miss breaking news updates.

માંડલમાં જોગણી માતાજી મંદિર પાસે માનવ અવશેષો મળતા ચકચાર

માંડલ વિસ્તારમાં જોગી માતાજી મંદિર પાસે માનવ અવશેષ મળી આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસે આ અવશેષ કબજે લઈને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. આ માનવ અવશેષ મળી આવતા આસપાસના સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 01:02 PM IST
માંડલમાં જોગણી માતાજી મંદિર પાસે માનવ અવશેષો મળતા ચકચારમાંડલમાં જોગણી માતાજી મંદિર પાસે માનવ અવશેષો મળતા ચકચાર

માંડલ : માંડલ વિસ્તારમાં જોગણી માતાજીના મંદિર નજીક માનવ અવશેષો મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માંડલના રાણીપુરા વિસ્તારમાં આવેલા જોગણી માતાજી મંદિર તરફ જતા રસ્તા પાસે માનવ અવશેષો મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ વિસ્તારમાં ભારે કૂતુહલ અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવ અવશેષો કોના છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જી. દેસાઈ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે અને ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.