Get News Alerts

Never miss breaking news updates.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, કાર સીધી નદીમાં ખાબકી

પંચમહાલ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા હાઈવે સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. કાલોલ તાલુકાના બલેટિયા ગામ પાસે ટાયર ફાટતા કાર સીધી કુવેચ નદીમાં ખાબકી હતી, જોકે સદનસીબે કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 10 May 2026 01:14 PM IST
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, કાર સીધી નદીમાં ખાબકીદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, કાર સીધી નદીમાં ખાબકી

પંચમહાલ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોની શ્રેણી યથાવત જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બલેટિયા ગામ પાસે એક કાર પુલ પરથી સીધી કુવેચ નદીમાં ખાબકતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે.

પ્રાથમિક માહિતી મુજબ સુરતના ઓલપાડથી ઉજ્જૈન જઈ રહેલા પરિવારની કારનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર સીધી નદીમાં ખાબકી હતી. અકસ્માત સમયે કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે કારમાં રહેલી નાની બાળકીનો સ્હેજ પણ વાળ વાંકો થયો નહોતો. સ્થાનિક લોકો આને ચમત્કાર સમાન ગણાવી રહ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 25 દિવસમાં આ વિસ્તારમાં આ ચોથો અકસ્માત છે. હાઈવે પર વધુ ઝડપ અને ટેકનિકલ ખામીઓ અકસ્માત માટે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે લોકો દ્વારા માર્ગ પર વધુ સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ વધારવાની માંગ ઉઠી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.