Get News Alerts

Never miss breaking news updates.

પોરબંદરમાં ભયાનક અકસ્માત: બે બાઈક અથડાતા 4 યુવાનોના મોત

પોરબંદર એરપોર્ટ રોડ ઉપર આજે વહેલી સવારે બે બાઈક સામ સામે આવી જતા 4 લોકોના ઘટના સ્થળ પર મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પહોંચતા નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીય
Admin
AdminUpdated on: 06 Apr 2026 11:55 AM IST
પોરબંદરમાં ભયાનક અકસ્માત: બે બાઈક અથડાતા 4 યુવાનોના મોતપોરબંદરમાં ભયાનક અકસ્માત: બે બાઈક અથડાતા 4 યુવાનોના મોત

પોરબંદરમાં આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત શહેરના એરપોર્ટ રોડ પર થયો હતો, જ્યાં બે બાઈક સામસામે અથડાતા ભયાનક ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે યુવાનો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને ચારેયના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

મૃતકોમાં 26 વર્ષીય મિલન , 18 વર્ષીય દીપેશ  અને 17 વર્ષીય વનરાજ ઝાલનો સમાવેશ થાય છે. અન્ય એક યુવાનનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પ્રતિક નિલેશ જેઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ અકસ્માતની ગંભીરતા એટલી વધારે હતી કે ચાર યુવાનોને બચાવી શકાયા નહોતા.

આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતકોના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.