Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં ભયાનક અકસ્માત, છકડો રીક્ષા ખાળિયામાં ખાબકતા વૃદ્ધાનું મોત

આ રીક્ષામાં કુલ 8 મુસાફરો સવાર હતા, જેમાં દેવાભાઈ બતાડા નામના વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય 7 મુસાફરોને નાના-મોટા ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાંથી 4 લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્યને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે.
Admin
AdminUpdated on: 09 Apr 2026 04:14 PM IST
અમરેલીમાં ભયાનક અકસ્માત, છકડો રીક્ષા ખાળિયામાં ખાબકતા વૃદ્ધાનું મોતઅમરેલીમાં ભયાનક અકસ્માત, છકડો રીક્ષા ખાળિયામાં ખાબકતા વૃદ્ધાનું મોત

અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના સનાળીયા માર્ગ પર બે છકડો રીક્ષાઓ વચ્ચે અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી અનુસાર, લીલીયાથી ખારા ગામ તરફ જતી એક છકડો રીક્ષા સાઈડમાં આવેલી અન્ય રીક્ષાને અથડાતા નિયંત્રણ ગુમાવી બેઠી અને ખાળિયામાં જઈ પડી હતી. ત્યારે આસપાના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને 108 મારફતે તેમને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ રીક્ષામાં કુલ 8 મુસાફરો સવાર હતા, જેમાં દેવાભાઈ બતાડા નામના વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય 7 મુસાફરોને નાના-મોટા ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાંથી 4 લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્યને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાઈ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.