વલસાડમાં ભયાનક અકસ્માત: કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કર



વલસાડમાં ભયાનક અકસ્માત: કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કર



વલસાડ :વલસાડ જિલ્લામાંથી એક ગંભીર માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. કલવાડા વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે જાહેર થયા છે, જેમાં અકસ્માતની આખી ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે.
સીસીટીવી દ્રશ્યો અનુસાર, એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે સામેથી આવતી બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક સવાર રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને દૂર જઈને પટકાયો હતો.
આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વલસાડ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.




