પંચમહાલમાં ભયાનક અકસ્માત: વડોદરાના એક જ પરિવારના 4નાં મોત, કાર ડિવાઈડર કૂદી અકસ્માત સર્જાયો



પંચમહાલમાં ભયાનક અકસ્માત: વડોદરાના એક જ પરિવારના 4નાં મોત, કાર ડિવાઈડર કૂદી અકસ્માત સર્જાયો



પંચમહાલ પંચમહાલ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સોમવારે બનેલી ભયાનક માર્ગ દુર્ઘટનામાં વડોદરાના એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી.
મળતી માહિતી મુજબ, પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વધુ ઝડપે દોડી રહેલી કાર કાલોલ નજીક ડ્રાઈવરનું સ્ટિયરિંગ પરથી નિયંત્રણ છૂટતા બેકાબૂ બની ગઈ હતી. ત્યારબાદ કાર ડિવાઈડર કૂદી સામેની લેનમાં ઘૂસી ગઈ અને ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મૃતદેહોને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો વડોદરાના રહેવાસી સજિદ ઇકબાલ ખિન્જી (55), ઇલ્યાસ ઇકબાલ ખિન્જી (50), ઇશાક ઇકબાલ ખિન્જી (48) અને રેહાન અઝગર ખિન્જી (35) તરીકે ઓળખાયા છે. કાલોલ પોલીસે ગુનો નોંધાવી અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.




