એસજી હાઈવે પર હિટ એન્ડ રન: કારની ટક્કરે આધેડ હવામાં ફંગોળાયા



એસજી હાઈવે પર હિટ એન્ડ રન: કારની ટક્કરે આધેડ હવામાં ફંગોળાયા



અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા સોલા બ્રિજ ઉપર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી કારએ બાઈક સવાર એક આધેડને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર આધેડ હવામાં ફંગોળાઈ ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા. અકસ્માત બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હોવા છતાં, કારચાલકે કાર રોકી હતી નહી.
માહિતી મુજબ, કારચાલકે બોડકદેવ પાસે બ્રિજ ઉતર્યા બાદ કાર ઉભી રાખીને બોનેટમાં ફસાયેલ બાઈક દૂર કર્યું અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.
ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આ બનાવ અંગે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.




