હિટ-એન્ડ-રન: બાઈકચાલકની સાત દિવસ પછી હોસ્પિટલમાં મોત



હિટ-એન્ડ-રન: બાઈકચાલકની સાત દિવસ પછી હોસ્પિટલમાં મોત



અમદાવાદ: એસ.જી. હાઇવે પર પકવાન ઓવર બ્રિજ પર ગત 27મી માર્ચના રોજ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત 47 વર્ષીય કમલેશભાઈ પાણખાણિયા આજે (3 એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.
અસામાન્ય રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અકસ્માતના વીડિયોએ સમગ્ર શહેરમાં ફેલાઈ ગયો હતો. નરોડા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ પકવાન ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે થલતેજ તરફ જતી કારે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી દીધી.
બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. માનવતા નેવે મૂકી કારચાલકે વાહન રોક્યા વગર બાઈકને ફસાવ્યા હાલતમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આ અકસ્માતમાં કમલેશભાઈને શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી—છાતી, કમર, માથું અને કપાળમાં ગંભીર ઘાયલ થયા હતા.
આ ઈજાઓને કારણે તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાધા પછી, 3 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધો. પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




