Get News Alerts

Never miss breaking news updates.

એક રાષ્ટ્ર, એક કાયદો’ તરફ ઐતિહાસિક પગલું : ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ પસાર થતા ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઈતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. તેમને કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નિર્ધાર હેઠળ ગુજરાતે એક રાષ્ટ્ર અને એક કાયદો માટે ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમને વધુ જણાવતા કહ્યુ કે લગ્ન, છૂટા છેડા, દત્તક જેવા માટે અલગ અલગ કાયદા હતા પરંતુ UCCને લઈને હવે એક સમાન કાનૂની માળખું ઉભુ થશે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 12:47 PM IST
એક રાષ્ટ્ર, એક કાયદો’ તરફ ઐતિહાસિક પગલું : ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએક રાષ્ટ્ર, એક કાયદો’ તરફ ઐતિહાસિક પગલું : ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર થતાં રાજ્યના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવી જણાવ્યું કે નરેન્દ્ર મોદીના  નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નિર્ધાર હેઠળ ગુજરાતે ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું ભર્યું છે.

વિશ્વકર્માએ વધુ જણાવ્યું કે UCC કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી, પરંતુ વર્ષોથી ચાલતા સંઘર્ષ, ત્યાગ અને વૈચારિક પ્રતિબદ્ધતાનું પરિણામ છે. તેમણે યાદ અપાવ્યું કે જનસંઘના સમયથી જ સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને આજે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે હાલ લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક વિધાન અને વાલીપણું જેવી બાબતોમાં ધર્મ અને પરંપરા આધારિત અલગ-અલગ કાયદાઓ અમલમાં છે, જેના કારણે અસમાનતા ઊભી થાય છે. UCC લાગુ થતાં એક સમાન કાનૂની માળખું ઊભું થશે.

વિશ્વકર્માએ વિપક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું કે દાયકાઓ સુધી વોટબેંકની રાજનીતિ અને તુષ્ટિકરણના કારણે UCCનો વિરોધ કરવામાં આવ્યો હતો. “જે લોકો રામ મંદિર અથવા કલમ 370 જેવા મુદ્દાઓ પર શંકા વ્યક્ત કરતા હતા, આજે તેમની બોલતી બંધ થઈ ગઈ છે,” એમ તેમણે જણાવ્યું.  કે નીતિ સ્પષ્ટ અને નિર્ધાર મજબૂત હોય તો કોઈ પણ કાર્ય અટકાવી શકાય તેમ નથી.

UCC કોઈ એક વર્ગ માટે નહીં પરંતુ દરેક નાગરિક માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરનાર કાયદો છે. આ કાયદો જાતિ, ધર્મ કે પંથના ભેદભાવ વગર સમાજમાં સમાનતા અને ન્યાય સ્થાપિત કરવામાં મદદરૂપ બનશે. ખાસ કરીને મહિલાઓ માટે આ પગલું સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ સાધન સાબિત થઈ શકે છે, કારણ કે વારસાઈ, છૂટાછેડા અને પરિવાર સંબંધિત મુદ્દાઓમાં સમાન અધિકાર મળશે.

વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે ગુજરાત આ પ્રકારનો કાયદો લાવનાર દેશનું મહત્વપૂર્ણ રાજ્ય બની રહ્યું છે, જે અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની શકે છે. તેમણે કહ્યું કે ભાજપા ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે કાર્ય કરે છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા ન્યાય’ના સિદ્ધાંતને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

અંતે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું કે આ નિર્ણય ભારતને એક નવી દિશામાં આગળ લઈ જવાનો પાયો મજબૂત કરશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.