Get News Alerts

Never miss breaking news updates.

આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, બે સિસ્ટમ સક્રિય

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતના કેટલાક જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે.
Admin
AdminUpdated on: 06 May 2026 02:57 PM IST
આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, બે સિસ્ટમ સક્રિયઆગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, બે સિસ્ટમ સક્રિય

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતના કેટલાક જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં હવામાનનો પલટો જોવા મળી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વાતાવરણમાં અસ્થિરતા વધશે.

રાજ્ય પર બે અલગ અલગ સિસ્ટમ સક્રિય છે. તેને કારણે ભેજવાળા પવનનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે. જેને લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં આજે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.