Get News Alerts

Never miss breaking news updates.

અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારથી ગુજરાતમાં આવશે ચોમાસું

Gujarat Weather Report: ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવો જાણીએ અંબાલાલ પટેલે શું કહ્યુ...
Admin
AdminUpdated on: 16 Jun 2026 04:12 PM IST
અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારથી ગુજરાતમાં આવશે ચોમાસુંઅંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારથી ગુજરાતમાં આવશે ચોમાસું

Gujarat Weather Report: ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવો જાણીએ અંબાલાલ પટેલે શું કહ્યુ...

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે, હાલમાં પવન ફૂંકાઈ રહ્યો છે. 20મી જૂન સુધીમાં આંધી વંટોળ સાથે અને તેજ ગતિના પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 22-23 જૂનથી પવનની ગતિ થોડી ઘટે તેવી શક્યતા પણ છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પણ વરસી શકે છે.

આ ઉપરાંત તારીખ 27-28-29 જૂને મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. પૂર્વ આફ્રિકાનું ઈન્ડોનેશિયા હવામાન આંક વચ્ચે 3 ડિગ્રીનો તફાવત વચ્ચે આવશે તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. વાદળોનો સમૂહ હાલ આ વખતે સક્રિય થયો નથી. જેના કારણે સમુદ્રનું તાપમાન અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સાનૂકૂળ હોવા છતાં વાવાઝોડા બન્યા નથી.

ઉપલા લેવલના પવનો પણ સાનુકૂળ હતા. હાલ પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બની રહ્યો છે. ત્યારે ઓગસ્ટમાં 1.5 ડિગ્રી તાપમાન ઊંચું રહેશે. સપ્ટેમ્બરમાં તેની સ્થિતિ બદલાશે અને તેની અસર ભારતમાં રહેશે. મધ્ય ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો પ્રભાવિત વધુ થશે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.