અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું



અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું



Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ઉનાળો બરાબર જામી ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જેમાં તેમણે ગરમીમાં વધ-ઘટ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે, તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. ગરમીમાં ધીરે ધીરે ઘટાડો થશે. સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન વધારે રહી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં તાપમાન ઓછું રહેશે. જ્યારે પવનની ગતિમાં વધારો જોવા મળશે.’
તેઓ વધુમાં જણાવે છે કે, 17 મેથી તાપમાનમાં ઘટાડો થવાનું ચાલુ થશે. આંધી-વંટોળનું પ્રમાણ વધતું રહેશે. 22 મે બાદ અરબસાગર વધુ સક્રિય થશે. 26 મે સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. 23મી મે સુધીમાં મુંબઈમાં પ્રિ-મોન્સૂનનો વરસાદ થશે. રોહિણી નક્ષત્રમાં વરસાદની શરૂઆત થશે. જેથી આવતું આખું વર્ષ સારો વરસાદ રહેશે.’




