182નો આંકડો પૂર્ણ થતાં જ ગુજરાત વિધાનસભા થાય છે ખંડિત! જુઓ 2012થી અત્યાર સુધીનો સિલસિલો



182નો આંકડો પૂર્ણ થતાં જ ગુજરાત વિધાનસભા થાય છે ખંડિત! જુઓ 2012થી અત્યાર સુધીનો સિલસિલો



Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોનો આંકડો આજ દિવસ સુધી વધુ સમય માટે પૂર્ણ થયો નથી. આજે એટલે કે 2જી જૂન, 2026ના દિવસે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. ત્યારે ફરી એકવાર 182નો આંકડો તૂટ્યો છે.
આ પહેલાં ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં તેની જગ્યા ખાલી પડી હતી અને ત્યારબાદ તે સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકિટ આપી હતી અને તેમનો જંગી મતે વિજય થયો હતો. ત્યારબાદ ફરી એકવાર 182નો આંકડો પૂર્ણ થઈ ગયો હતો. તેના થોડા દિવસો બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં ફરી એકવાર વિધાનસભા ખંડિત થઈ છે.
આ પહેલાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધનથી એક બેઠક ખાલી પડી હતી અને દ્વારકા બેઠકના ધારાસભ્ય પબુભા વિરમભા માણેકને હાઈકોર્ટે ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવાયા હતા, તેને કારણે બેઠક ખાલી પડી હતી.
ગુજરાતમાં ક્યારે ક્યારે વિધાનસભા ખંડિત થઈ?
ગુજરાતમાં વર્ષ 2012થી 2016 દરમિયાન વિધાનસભાની અનેક બેઠકો વિવિધ કારણોસર ખાલી પડી હતી. તેમાં કેટલાક ધારાસભ્યોના નિધન, રાજીનામા તેમજ પક્ષપલટા જેવા રાજકીય ફેરફારોનો સમાવેશ થાય છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો હતો.
વર્ષ 2012-13 દરમિયાન કોંગ્રેસની કુલ ચાર બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરવા હડફના ધારાસભ્ય સવિતા ખંતનું ડિસેમ્બર 2012માં નિધન થયું હતું. લીંબડી બેઠક પરથી સોમા ગાંડાએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ જયેશ રાદડિયાએ જેતપુર બેઠક પરથી રાજકીય પક્ષ બદલ્યો હતો, જ્યારે ધોરાજીના વિઠ્ઠલ રાદડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
વર્ષ 2013માં સુરત પશ્ચિમના ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું નિધન થયું હતું, જેના કારણે બેઠક ખાલી પડી હતી. 2014માં રાપર બેઠકના ભાજપના ધારાસભ્ય વિજય પટેલનું અવસાન થયું હતું.
આ સમયગાળા દરમિયાન અનેક ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો. લાઠીના ધારાસભ્ય બાવકુ ઉંધાડ, નલિન કોટડિયા, રાજેન્દ્રસિંહ ચાવડા, જશાભાઈ બારડ, છબીલભાઈ પટેલ અને પ્રભુભાઈ વસાવા સહિતના નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
લોકસભા ચૂંટણી 2014 બાદ પણ રાજકીય ફેરફારો જોવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમાં ખંભાળિયાના પૂનમ માડમ, આણંદના દિલીપ પટેલ, લીમખેડાના જસવંતસિંહ ભાભોર, ડીસાના લીલાધર વાઘેલા, માતરના દેવુસિંહ ચૌહાણ, તળાજાના ભારતી શિયાળ, માંગરોળના રાજેશ ચુડાસમા અને ટંકારાના મોહન કુંડારીયા સામેલ હતા.
ઓગસ્ટ 2014માં વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક થતા રાજકોટ પૂર્વ બેઠક ખાલી પડી હતી, જેના પછી આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજયી થયા હતા. વર્ષ 2015માં સુરત ચોર્યાસી બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર પટેલનું ડેંગ્યુથી નિધન થયું હતું. જ્યારે 2016માં તલાલા બેઠકના ધારાસભ્ય જશુભાઈ બારડનું નિધન થતા બેઠક ફરીથી ખાલી પડી હતી.
આ ઉપરાંત 2017ની ચૂંટણી પહેલાં વિરમગામના તેજશ્રી પટેલ, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ અને જામનગરના હકુભા જાડેજા સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2018-19 દરમિયાન રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો, જેમાં મોરબીના બ્રિજેશ મેરજા સહિતના અનેક ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આ સમગ્ર સમયગાળામાં ગુજરાતની રાજકીય સ્થિતિ સતત બદલાતી રહી હતી, જેના કારણે વિધાનસભામાં અનેક વખત બેઠકો ખાલી પડી અને ઉપચૂંટણીઓ યોજવાની સ્થિતિ ઉભી થઈ હતી.
15મી ગુજરાત વિધાનસભા (2022-2026) કેટલી વખત ખંડિત થઈ?
1. ખંભાત બેઠક
ધારાસભ્ય: ચિરાગ પટેલ
કારણ: રાજીનામું
તારીખ: 19 ડિસેમ્બર 2023
બાદમાં ભાજપમાં જોડાયા.
2. વિસાવદર બેઠક
ધારાસભ્ય: ભૂપેન્દ્ર ભાયાણી
કારણ: રાજીનામું
તારીખ: 13 ડિસેમ્બર 2023
AAP છોડીને ભાજપમાં જોડાયા.
આ બેઠક લાંબા સમય સુધી ખાલી રહી હતી.
3. વિજાપુર બેઠક
ધારાસભ્ય: સી.જે. ચાવડા
કારણ: રાજીનામું
તારીખ: 19 જાન્યુઆરી 2024
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા.
4. વાઘોડિયા બેઠક
ધારાસભ્ય: ધર્મેન્દ્રસિંહ વાઘેલા
કારણ: રાજીનામું
તારીખ: 25 જાન્યુઆરી 2024
અપક્ષ ધારાસભ્ય તરીકે જીત્યા બાદ ભાજપમાં પરત ફર્યા.
5. પોરબંદર બેઠક
ધારાસભ્ય: અર્જુન મોઢવાડિયા
કારણ: રાજીનામું
તારીખ: 4 માર્ચ 2024
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા.
6. માણાવદર બેઠક
ધારાસભ્ય: અરવિંદ લાડાણી
કારણ: રાજીનામું
તારીખ: 6 માર્ચ 2024
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા.
7. વાવ બેઠક
ધારાસભ્ય: જેનીબેન ઠાકોર
કારણ: લોકસભામાં ચૂંટાયા બાદ રાજીનામું
તારીખ: જૂન 2024
બનાસકાંઠા લોકસભા બેઠક જીત્યા બાદ MLA પદ છોડ્યું.
8. કડી બેઠક
ધારાસભ્ય: કરશનભાઈ સોલંકી
કારણ: અવસાન
તારીખ: 4 ફેબ્રુઆરી 2025
તેમના અવસાનથી બેઠક ખાલી પડી.
9. ઉમરેઠ બેઠક
ધારાસભ્ય: ગોવિંદભાઈ પરમાર
કારણ: અવસાન
તારીખ: 6 માર્ચ 2026
82 વર્ષની વયે અવસાન થયું.
10. માંજલપુર બેઠક (તાજેતરનો કિસ્સો)
ધારાસભ્ય: યોગેશ પટેલ
કારણ: અવસાન




