Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટનો મોટો ચુકાદો, 22 આરોપીઓનો નિર્દોષ છોડ્યાં

Gujarat Sohrabuddin Encounter Case: ગુરુવારે બોમ્બે હાઇકોર્ટે 2005-2006ના ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટર તથા શેખની પત્ની કૌશર બીબીની હત્યાના કેસ મામલે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના 21 પોલીસ કર્મચારીઓ સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2018ના ખાસ કોર્ટના ચુકાદાને બોમ્બે હાઇકોર્ટે સમર્થન આપ્યું છે.
Admin
AdminUpdated on: 07 May 2026 06:15 PM IST
ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટનો મોટો ચુકાદો, 22 આરોપીઓનો નિર્દોષ છોડ્યાંગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટનો મોટો ચુકાદો, 22 આરોપીઓનો નિર્દોષ છોડ્યાં

ફાઇલ ફોટો

Gujarat Sohrabuddin Encounter Case: ગુરુવારે બોમ્બે હાઇકોર્ટે 2005-2006ના સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટર તથા શેખની પત્ની કૌશર બીબીની હત્યાના કેસ મામલે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના 21 પોલીસ કર્મચારીઓ સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2018ના ખાસ કોર્ટના ચુકાદાને બોમ્બે હાઇકોર્ટે સમર્થન આપ્યું છે.

ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીનને નવેમ્બર 2005માં ગુજરાતમાં એક નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની પત્નીની પણ હત્યા કરવામાં આવી હતી અને તુલસીરામ પ્રજાપતિની ડિસેમ્બર 2006માં હત્યા કરવામાં આવી હતી.

ત્યારે મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ એ. અંકડની બેન્ચે સોહરાબુદ્દીનના ભાઈઓ, રુબાબુદ્દીન શેખ અને નયાબુદ્દીન શેખ દ્વારા ખાસ કોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અપીલોને લગભગ સાત વર્ષથી પેન્ડિંગ રાખીને ફગાવી દીધી હતી. બેન્ચે એક સંક્ષિપ્ત મૌખિક આદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે, અપીલો ફગાવી દેવામાં આવી છે અને વિગતવાર ચુકાદો પછી આવશે.

શું હતો સમગ્ર મામલો?
આ કેસની શરૂઆત 23 નવેમ્બર, 2005ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણાના ઝહિરાબાદ પાસે ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ તેમની બસ અટકાવી ત્રણેયની અટકાયત કરી હતી. ત્યારબાદ સોહરાબુદ્દીન અને કૌસર બીને ગુજરાત લવાયા હતા. જ્યારે પ્રજાપતિને કસ્ટડીમાં રાખી 26 નવેમ્બર, 2005ના રોજ રાજસ્થાનના ભીલવાડાથી ધરપકડ બતાવી જેલમાં મોકલી દેવાયો હતો.

કોણ હતા આરોપીઓ?
આ કેસમાં નિર્દોષ જાહેર થયેલા 22 આરોપીઓ પૈકી 21 ગુજરાત અને રાજસ્થાન પોલીસના જુનિયર કક્ષાના કર્મચારીઓ અને અધિકારીઓ હતા. તપાસ એજન્સીનો આરોપ હતો કે, આ પોલીસકર્મીઓ તે ટીમનો હિસ્સો હતા જેણે સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિનું અપડરણ કરી તેમને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. અન્ય એક આરોપી ફાર્મહાઉસનો માલિક હતો, જ્યાં પીડિતોને ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સીબીઆઈ અને સ્પેશિયલ કોર્ટનું વલણ
નોંધનીય છે કે, 2018માં સ્પેશિયલ કોર્ટે અવલોકન કર્યું હતું કે, પ્રિઝિક્યુશન હત્યા પાછળ કોઈ પૂર્વનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું, તેની સાબિતી આપવામાં નિષ્ફળ રહ્યા હતા. સીબીઆઈએ અગાઉ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આરોપીઓના નિર્દોષ છૂટકારાના નિર્ણયને સ્વીકારે છે અને તેની વિરુદ્ધ અપીલ કરવા માગતા નથી.

AUTHOR
Admin

Admin

Author details are not available.