ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી



ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી



ગાંધીનગરઃ રાજ્યમાં ઉનાળો બરાબર જામી ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ક્યારથી વરસાદની શરૂઆત થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અંદામાન-નિકોબાર ટાપુ પર વરસાદ થવાની શક્યતા છે. 23મી મેના દિવસે અહીં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કેરળકાંઠે 26મી મેની આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા છે, એકાદ-બે દિવસ આઘુંપાછું રહે તેવી આશંકા પણ છે.
તેઓ વધુમાં જણાવે છે કે, આ સમયગાળા દરમિયાન અરબ સાગર વધારે સક્રિય છે. આ દરમિયાન સાગરમાં લો પ્રેશર બનાવવાની શક્યતા છે. ત્યારે મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટામાં 19 મેથી 23 મે વચ્ચે વરસાદ થઈ શકે છે. 40 મીમી વરસાદ ગોવાથી મુંબઈ સુધીમાં થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે.
પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કાચા મકાનમાં છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે. આ સિવાય 8 જૂનના રોજ અરબ સાગરમાં પવન બદલાશે. 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે.




