ગુજરાત પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગની સરાહનીય કામગીરી, બે વર્ષમાં ભિક્ષાવૃત્તિ કરતા 276 બાળકોનું રેસ્ક્યૂ



ગુજરાત પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગની સરાહનીય કામગીરી, બે વર્ષમાં ભિક્ષાવૃત્તિ કરતા 276 બાળકોનું રેસ્ક્યૂ



Ahmedabad Police: અમદાવાદ સહિત રાજ્યભરમાં જાહેર રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને મુખ્યધારામાં જોડવા માટે ગુજરાત પોલીસ, પોલીસ મહિલા વિંગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સરકારી વિભાગો દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યારે 33 ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળોએ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ગુજરાત પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સરકારી વિભાગો દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2024થી અત્યાર સુધીમાં કુલ 276 બાળકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત વાતાવરણમાં સ્થાન અપાયું છે, જ્યારે 33 ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે. આ મુહિમને લોકો દ્વારો સારો પ્રતિસાદ મળ્યો છે અને ક્રાઈમબ્રાન્ચ તેમજ મહિલા વિંગ સહિતની ટીમ દ્વારા આગામી એશિયગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ એન્ટિ ચાઈલ્ડ લેબર કેમ્પેઈન ચાલુ રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ, મહિલા પોલીસ સેલ, શી ટીમ અને AMC સ્ટાફ દ્વારા સંયુક્ત ત્રિ-દિવસીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય સહિત વિવિધ સરકારી વિભાગોના સહયયોગથી બાળકોને ભિક્ષાવૃત્તિ, બાળ મજૂરી અને માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાંથી મુક્ત કરાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ 22 કેસ નોંધાયા છે, જ્યારે ભિક્ષાવૃત્તિમાં સંડોવાયેલા 94 બાળકોને બચાવી અને 150 લોકોને રેક્યૂ કરવામાં આવ્યા હતો. CWC એટલે કે ચાઈલ્ડ વેલફેર કમિટી જે સ્થળ તેની સુરક્ષા માટે નક્કી કરે તે સ્થળે બાળકોને સોંપવામાં આવે છે અને મોટાભાગના કેસમાં જે-તે વાલીઓને વોર્નિંગ આપી બાળકોને સુપ્રત કરવામાં આવ્યા હતા.
માનવ તસ્કરી સામે પણ ગુજરાત પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. માત્ર 15 દિવસના નવજાત શિશુને બચાવી આંતરરાજ્ય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે જ મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા સેલ, SHE ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર સ્થળોએ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં છેડતી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે GP એક્ટ હેઠળ 57 કેસ નોંધવામાં આવ્યા હતા.
ભિક્ષાવૃત્તિ વિરોધી અભિયાન અંતર્ગત 40થી વધુ એન્ટી-બેગિંગ ડ્રાઇવ યોજાઈ છે. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં 60થી વધુ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે, જ્યારે 100 જેટલા પુખ્ત વ્યક્તિઓને પણ પુનર્વસનની પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યા છે. બાળકોના હાથમાં ભિક્ષાપાત્ર નહીં પરંતુ પુસ્તક આવે, તેઓ રસ્તા પર નહીં પરંતુ શાળામાં પહોંચે અને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે માટે ગુજરાત પોલીસ અને તંત્રનું આ અભિયાન સતત આગળ વધી રહ્યું છે.




