ગુજરાતમાં ઉદ્યોગોને મળશે નવી દિશા: ‘Shree Vishwakarma Business Expo 2026’નું ભવ્ય આયોજન



ગુજરાતમાં ઉદ્યોગોને મળશે નવી દિશા: ‘Shree Vishwakarma Business Expo 2026’નું ભવ્ય આયોજન



ગાંધીનગર: ગુજરાતમાં ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘Shree Vishwakarma Business Expo 2026’નું ભવ્ય આયોજન 11 અને 12 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ એક્સ્પો રાજ્ય અને દેશભરના ઉદ્યોગકારો, વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ છે. આ એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ સમાજના નાના-મોટા ઉદ્યોગપતિઓ કારીગરો અને યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે. આ એક્સ્પો ખાસ કરીને વિશ્વકર્મા સમાજના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે અન્ય ક્ષેત્રોના બિઝનેસ માટે પણ આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવશે, આ કાર્યક્રમ 11 એપ્રિલ, 2026 (શનિવાર) સવારે 10:00 વાગ્યે, હોલ નં. 12/13/9, હેલિપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે યોજાશે. એક્સ્પો બંને દિવસ સવારે આશરે 10:00 વાગ્યાથી સાંજ સુધી ખુલ્લો રહેશે.મુલાકાતીઓ માટે એન્ટ્રી સરળ અને સુલભ રાખવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો આ એક્સ્પોનો લાભ લઈ શકે.
એક્સ્પોમાં વિવિધ ઉદ્યોગોના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે, જેમાં નવી ટેક્નોલોજી, મશીનરી, પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું પ્રદર્શન થશે. મુલાકાતીઓને નવા ટ્રેન્ડ્સ અને ઇનોવેશન વિશે માહિતી મળશે. આ એક્સ્પો બિઝનેસ નેટવર્કિંગ માટે એક અનોખો અવસર સાબિત થશે, જ્યાં ઉદ્યોગકારો વચ્ચે સીધી મુલાકાત, ભાગીદારી અને નવા ડીલ્સની શક્યતાઓ ઊભી થશે. આ આયોજનથી નાના અને મધ્યમ ઉદ્યોગોને ખાસ લાભ મળશે.
આ એક્સ્પોનું આયોજન ગણપતભાઇ મિસ્ત્રી, નિરવભાઇ, ગિરીશભાઈ ગજ્જર, ભાવિનભાઈ મિસ્ત્રી, અંકિતભાઇ મેવાડા, સંદીપભાઇ મેવાડા, જીતેન્દ્રભાઈ સુથાર, કૌશિકભાઈ મેવાડા અને વિજયભાઇ સુથાર તથા સમસ્ત આયોજિત કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્સ્પો રાજ્યના આર્થિક વિકાસમાં પણ આ આયોજન મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. Shree Vishwakarma Business Expo 2026માં જાણિતા શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ લેખક અને વક્તા જય વસાવડા શનિવારે બપોરે 3:30 કલાકે અને સંજય રાવલ રવિવારે સવારે 11:30 કલાકે ઉપસ્થિત રહેશે.




