Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતના 100 MSME પ્રતિનિધિઓને હૈદરાબાદમાં મેનેજમેન્ટ તાલીમ, RAMP યોજનાથી ઉદ્યોગ સંગઠનો બનશે વધુ સક્ષમ

RAMP Scheme Gujarat MSME: રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે મજબૂત અને સક્ષમ સંસ્થાકીય માળખું વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે MSME કમિશનર કચેરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રેઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP) યોજના અંતર્ગત ઔદ્યોગિક એસોસિએશનોના પ્રતિનિધિઓ માટે ટૂંકા ગાળાનો મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પાંચ દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇક્રો, સ્મોલ...
R Gajjar
R GajjarUpdated on: 19 Aug 2026 04:39 PM IST
ગુજરાતના 100 MSME પ્રતિનિધિઓને હૈદરાબાદમાં મેનેજમેન્ટ તાલીમ, RAMP યોજનાથી ઉદ્યોગ સંગઠનો બનશે વધુ સક્ષમગુજરાતના 100 MSME પ્રતિનિધિઓને હૈદરાબાદમાં મેનેજમેન્ટ તાલીમ, RAMP યોજનાથી ઉદ્યોગ સંગઠનો બનશે વધુ સક્ષમ

AI Generated Images

RAMP Scheme Gujarat MSME: રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે મજબૂત અને સક્ષમ સંસ્થાકીય માળખું વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે MSME કમિશનર કચેરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રેઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP) યોજના અંતર્ગત ઔદ્યોગિક એસોસિએશનોના પ્રતિનિધિઓ માટે ટૂંકા ગાળાનો મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પાંચ દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (NI-MSME), હૈદરાબાદ ખાતે તા. ૨૦ થી ૨૪ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાયો હતો, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૨૫ ઔદ્યોગિક એસોસિએશનોના કુલ ૧૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગ સંગઠનોની સંસ્થાકીય કાર્યક્ષમતા, નેતૃત્વ ક્ષમતા તથા વ્યવસ્થાપન કુશળતામાં વધારો કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાણાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ અને નિકાસ પ્રોત્સાહન, ડિજિટલ રૂપાંતરણ અને નેતૃત્વ વિકાસ જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન NI-MSMEના અનુભવી પ્રાધ્યાપકો અને વિષય નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, પ્રાયોગિક કેસ સ્ટડીઝ, સમૂહ ચર્ચાઓ તથા પરસ્પર અનુભવોના આદાન-પ્રદાન જેવા વિવિધ માધ્યમો દ્વારા સહભાગીઓને વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ પહેલથી રાજ્યના ઉદ્યોગ સંગઠનોની સંસ્થાકીય ક્ષમતામાં વધારો થવાની સાથે તેઓ પોતાના સભ્ય MSME એકમોને વધુ અસરકારક સેવાઓ, આધુનિક ટેકનોલોજી અપનાવવામાં માર્ગદર્શન, માર્કેટિંગ અને નિકાસ સહાય તેમજ સહયોગ આધારિત ઔદ્યોગિક વિકાસ માટે વધુ સક્ષમ રીતે કાર્ય કરી શકશે. આ પહેલ રાજ્યના MSME ક્ષેત્રને વધુ સ્પર્ધાત્મક, આધુનિક અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]