Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં AAP નેતા નંદની બોસમીયાનું રહસ્યમય મોત

રાજકોટ: જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડનારી 23 વર્ષીય નંદની બોસમીયાનું રહસ્યમય મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી નંદનીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ આત્મહત્યાની દિશામાં આગળ વધી રહી છે, પરંતુ મૃતકના પરિવારજનોએ લિવ-ઇન પાર્ટનર અસલમ હુસેન સમા પર હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે હવે ફોરેન્સિક...
R Gajjar
R GajjarUpdated on: 25 Jun 2026 08:52 PM IST
રાજકોટમાં AAP નેતા નંદની બોસમીયાનું રહસ્યમય મોતરાજકોટમાં AAP નેતા નંદની બોસમીયાનું રહસ્યમય મોત

AI Generated Images

રાજકોટ: જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડનારી 23 વર્ષીય નંદની બોસમીયાનું રહસ્યમય મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી નંદનીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ આત્મહત્યાની દિશામાં આગળ વધી રહી છે, પરંતુ મૃતકના પરિવારજનોએ લિવ-ઇન પાર્ટનર અસલમ હુસેન સમા પર હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેકનિકલ પુરાવાઓ મહત્વની ભૂમિકા ભજવશે.

સતત ઝઘડા અને માનસિક ત્રાસના આક્ષેપ
22 જૂને ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી નંદનીનો મૃતદેહ મળી આવ્યો હતો. એમ્બ્યુલન્સની ટીમ સ્થળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નંદની અને અસલમ હુસેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી વારંવાર ઝઘડા થતા હતા. અસલમ પરિણીત હોવાના કારણે તે પોતાની પત્ની અને સંતાન પાસે જતો રહેતો હતો, જેને લઈને બંને વચ્ચે મતભેદ વધ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે અસલમ નંદનીને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતો હતો. પરિવારજનોએ દાવો કર્યો છે કે ભૂતકાળમાં જૂનાગઢ ખાતે અસલમના પરિવારજનોએ નંદની પર હુમલો પણ કર્યો હતો.

મૃત્યુ પહેલાં બહેનને કર્યો હતો મેસેજ
તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. નંદનીએ પોતાના મૃત્યુ પહેલાં બહેનને મેસેજ કરીને જણાવ્યું હતું કે તે હવે અસલમ સાથે રહી શકે તેમ નથી. તેણે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું અને ઘરે પરત ફરવું મુશ્કેલ હોવાનું પણ લખ્યું હતું. મેસેજ મળતા પરિવારજનોએ રાજકોટમાં ઓળખીતાઓને જાણ કરી હતી, પરંતુ તેઓ સ્થળે પહોંચે તે પહેલાં જ નંદનીનું મોત થઈ ગયું હતું.

ફોરેન્સિક રિપોર્ટ બાદ થશે ખુલાસો
રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે. જોકે પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પોલીસ અસલમના મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વિવિધ એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય પુરાવાઓ બાદ જ નંદની બોસમીયાનું મોત આત્મહત્યા હતું કે હત્યા, તે અંગે સ્પષ્ટતા થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com