Get News Alerts

Never miss breaking news updates.

ચાંદખેડા વોર્ડમાં ભાજપમાં બળવો?: યશ જાદવની ઉમેદવારી સામે કાર્યકરોમાં ભારે રોષ

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર યશ જાદવને લઈને પક્ષમાં જ વિરોધના સ્વર ઉઠ્યા છે. સ્થાનિક કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, કાર્યકરો સહિત કેટલાક આગેવાનો રાજીનામું આપવા માટે આગળ આવ્યા હતા. ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર 15થી વધુ કાર્યકરો રાજીનામું આપવા પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે યશ...
R Gajjar
R GajjarUpdated on: 10 Apr 2026 03:49 PM IST
ચાંદખેડા વોર્ડમાં ભાજપમાં બળવો?: યશ જાદવની ઉમેદવારી સામે કાર્યકરોમાં ભારે રોષચાંદખેડા વોર્ડમાં ભાજપમાં બળવો?: યશ જાદવની ઉમેદવારી સામે કાર્યકરોમાં ભારે રોષ

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર યશ જાદવને લઈને પક્ષમાં જ વિરોધના સ્વર ઉઠ્યા છે. સ્થાનિક કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, કાર્યકરો સહિત કેટલાક આગેવાનો રાજીનામું આપવા માટે આગળ આવ્યા હતા. ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર 15થી વધુ કાર્યકરો રાજીનામું આપવા પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો.

કાર્યકરોનો આક્ષેપ છે કે યશ જાદવની પસંદગીમાં પરિવારવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. યશ જાદવના પિતા અગાઉ કોંગ્રેસમાં હતા અને તાજેતરમાં ભાજપમાં જોડાયા બાદ તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. બીજી બાજુ સ્થાનિક કાર્યકરોનું માનવું છે કે લાંબા સમયથી પક્ષ માટે કામ કરનાર કાર્યકરોને અવગણીને નવા ચહેરાને ટિકિટ આપવી અયોગ્ય છે. આ નિર્ણય સામે કાર્યકરો ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. આ સમગ્ર મામલે ભાજપ માટે ચાંદખેડા વોર્ડમાં ચૂંટણી પહેલા આંતરિક અસંતોષ મોટી પડકારરૂપ સ્થિતિ ઊભી કરી શકે છે.
 

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com