Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ: ધોળકાના સરંડી ગામમાં બોગસ ડોક્ટર ઝડપાયો: એલોપેથિક સારવારના નામે લોકોના જીવ સાથે ચેડાં

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ધોળકા તાલુકાના સરંડી ગામમાં દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે, આરોપી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો હતો. પકડાયેલ આરોપી સુજીતરાય રતનરાય રોય પશ્ચિમ બંગાળનો વતની હોવાનું સામે આવ્યું છે. તે ગેરકાયદેસર રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પ્રેક્ટિસ કરતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે બાવળાના મેડિકલ ઓફિસરની હાજરીમાં સ્થળ પર તપાસ...
Admin
AdminUpdated on: 06 Apr 2026 05:03 PM IST
અમદાવાદ: ધોળકાના સરંડી ગામમાં બોગસ ડોક્ટર ઝડપાયો: એલોપેથિક સારવારના નામે લોકોના જીવ સાથે ચેડાંઅમદાવાદ: ધોળકાના સરંડી ગામમાં બોગસ ડોક્ટર ઝડપાયો: એલોપેથિક સારવારના નામે લોકોના જીવ સાથે ચેડાં

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ધોળકા તાલુકાના સરંડી ગામમાં દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે, આરોપી કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતો હતો. પકડાયેલ આરોપી સુજીતરાય રતનરાય રોય પશ્ચિમ બંગાળનો વતની હોવાનું સામે આવ્યું છે. તે ગેરકાયદેસર રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પ્રેક્ટિસ કરતો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે બાવળાના મેડિકલ ઓફિસરની હાજરીમાં સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આશરે 4,489 રૂપિયાની એલોપેથિક દવાઓ અને વિવિધ મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મળેલ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવે ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી બોગસ મેડિકલ પ્રેક્ટિસ અંગે ચિંતા ઊભી કરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.