Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં ચૂંટણી પહેલાં અનેક સીટ પર ભગવો લહેરાયો, જાણો ક્યાં ક્યાં ભાજપ બિનહરીફ જીતી

Gujarat Local Body Elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રકિયામાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે રાજ્યભરમાંથી ઘણા ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. વાંચો લિસ્ટ...
Admin
AdminUpdated on: 11 Apr 2026 07:03 PM IST
ગુજરાતમાં ચૂંટણી પહેલાં અનેક સીટ પર ભગવો લહેરાયો, જાણો ક્યાં ક્યાં ભાજપ બિનહરીફ જીતીગુજરાતમાં ચૂંટણી પહેલાં અનેક સીટ પર ભગવો લહેરાયો, જાણો ક્યાં ક્યાં ભાજપ બિનહરીફ જીતી

Gujarat Local Body Elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રકિયામાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે રાજ્યભરમાંથી ઘણા ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે.

ખેડા જિલ્લામાં 11 સીટ બિનહરીફ
ખેડા જિલ્લામાં વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની કુલ 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઠાસરા નગરપાલિકામાં કુલ પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 4ની બે બેઠકો તથા વોર્ડ નંબર 6ની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. મહેમદાવાદ નગરપાલિકાની ત્રણ વોર્ડમાં યોજાનારી પેટાચૂંટણીમાં ત્રણમાંથી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ની એક-એક બેઠક બિનહરીફ રહી છે.

તાલુકા પંચાયત સ્તરે પણ કેટલીક બેઠકો બિનહરીફ રહી છે. મહેમદાવાદ તાલુકા પંચાયતની કાછઈ અને છાપરા બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત ખેડા તાલુકાની પરસતંજ બેઠક પણ બિનહરીફ રહી છે. નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પણ બિનહરીફ જાહેર થવાથી કુલ બિનહરીફ બેઠકોની સંખ્યા 11 પર પહોંચી છે.

અમરેલીમાં એક સીટ બિનહરીફ
જાફરાબાદ તાલુકાની વઢેરા બેઠક પર ભાજપે બિનહરીફ વિજય નોંધાવ્યો છે, જેના કારણે કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે. વઢેરા બેઠક માટે કોંગ્રેસ પક્ષ કોઈ ઉમેદવાર ઉભો કરી શક્યો નહોતો. પરિણામે આ બેઠક પર ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું નહોતું. આ પરિસ્થિતિને કારણે ભાજપના ઉમેદવાર ફૂલબાઈબેન બાબુભાઈ બાંભણીયા બિનહરીફ જાહેર થયા છે.

મહેસાણામાં 22 બેઠક બિનહરીફ
કડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના 22 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. 36 બેઠકમાંથી 22 બેઠક ભાજપ બિનહરીફ જીતી ગયું છે. નગરપાલિકાના 3 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. 

કચ્છમાં બે સીટ બિનહરીફ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં ભાજપે બિનહરીફ જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. નખત્રાણા નગરપાલિકાની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પક્ષમાં ખુશીની લાગણી ફેલાઈ છે. નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં એક-એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે. વોર્ડ નંબર 4માં મનન કલ્પેશ લુહાર જ્યારે વોર્ડ નંબર 5માં મધુબેન ચંદુભાઈ સુથાર બિનહરીફ ચૂંટાયા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.