કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, રાજ્યમાં યોજાતી બેઠકો ઓનલાઇન થશે, સરકારી વાહનો જમા કરાવવા સૂચના



ફાઇલ ફોટો
કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, રાજ્યમાં યોજાતી બેઠકો ઓનલાઇન થશે, સરકારી વાહનો જમા કરાવવા સૂચના



ફાઇલ ફોટો
Gujarat Government: રાજ્ય સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો અને સંસાધનોના અસરકારક ઉપયોગ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારી વિભાગો અને અધિકારીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં બિનજરૂરી પ્રવાસ, વાહન ઉપયોગ અને ખર્ચ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે.
નવી સૂચનાઓ મુજબ હવે સરકારી કામકાજ માટે જરૂરિયાત મુજબ જ પ્રવાસ કરવાની મંજૂરી રહેશે. મિટિંગ અને બેઠક માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. અન્ય રાજ્યોમાં યોજાતી બેઠકોમાં શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન પદ્ધતિથી જોડાવા માટે આગ્રહ રાખવામાં આવશે.
સરકારે અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ટાળવા માટે પણ સૂચના આપી છે. આ ઉપરાંત સરકારી કામકાજ માટે જિલ્લા બહારની મુસાફરી ઘટાડવા ઉપર ભાર મુકાયો છે.
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર નિયંત્રણ જળવાઈ રહે તે માટે વિભાગીય સાધનોની સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે. બિનજરૂરી વાહનો સરકાર પાસે જમા કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. મળવા પાત્ર એક વાહન સિવાયના અન્ય વાહનો પણ પરત જમા કરાવવા કહેવામાં આવ્યું છે. આ સાથે જ જાહેર વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
ઊર્જા બચત અને ગેસ કનેક્ટિવિટી વધારવા માટે આગામી 6 મહિનામાં પાઇપ ગેસ કનેક્ટિવિટી વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત નાગરિકો બિનજરૂરી ખરીદી ન કરે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. સરકારના આ નિર્ણયો ખર્ચમાં ઘટાડો, ઊર્જા બચત અને ડિજિટલ ગવર્નન્સને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.




