Get News Alerts

Never miss breaking news updates.

1 જૂનથી ગુજરાતમાં શરૂ થશે વસતિ ગણતરી, પરિવારદીઠ આ 33 પ્રશ્નો પૂછવામાં આવશે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂનથી વસતિ ગણતરીનો શુભારંભ થવાનો છે. ત્યારે આ વસતિ ગણતરી અંતર્ગત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં નીચે મુજબના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
Admin
AdminUpdated on: 28 May 2026 07:33 PM IST
1 જૂનથી ગુજરાતમાં શરૂ થશે વસતિ ગણતરી, પરિવારદીઠ આ 33 પ્રશ્નો પૂછવામાં આવશે1 જૂનથી ગુજરાતમાં શરૂ થશે વસતિ ગણતરી, પરિવારદીઠ આ 33 પ્રશ્નો પૂછવામાં આવશે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂનથી વસતિ ગણતરીનો શુભારંભ થવાનો છે. ત્યારે આ વસતિ ગણતરી અંતર્ગત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં નીચે મુજબના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.

ઘર સંબંધિત પ્રશ્નો
(1)મકાન નંબર અથવા વસ્તી ગણતરી નંબર
(2)વસ્તી ગણતરી ઘર નંબર
(3)ફ્લોર શેનો બનેલો છે? (ઘરના ફ્લોરમાં વપરાતી મુખ્ય સામગ્રી)
(4)દિવાલો શેની બનેલી છે? (ઘરની દીવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી)
(5)છત શેની બનેલી છે? (મુખ્ય સામગ્રી)
(6)ઘરના ઉપયોગ શું છે? (રહેઠાણ, દુકાન, વગેરે)
(7)ઘરની સ્થિતિ શું છે?

પરિવાર સંબંધિત પ્રશ્નો
(8)ઘર નંબર (પરિવાર માટે)
(9)ત્યાં રહેતા લોકોની કુલ સંખ્યા
(10)ઘરના વડાનું નામ
(11)વડાનું લિંગ (પુરુષ/સ્ત્રી /તૃતીય લિંગ)
(12)વડાની શ્રેણી (SC/ST/અન્ય)
(13)ઘર માલિકનું છે કે ભાડે?
(14)પરિવારને રહેવા માટે ઉપલબ્ધ રૂમોની સંખ્યા કેટલી
(15) પરિણીત યુગલો છે?

સુવિધાઓ સંબંધિત પ્રશ્નો
(16)પીવાના પાણીનો સ્ત્રોત
(17)પાણીની સુવિધા ઘરની અંદર છે કે બહાર?
(18)વીજળી/લાઇટિંગનો મુખ્ય સ્ત્રોત
(19)શું શૌચાલય છે?
(20)શૌચાલય સુવિધાનો પ્રકાર
(21)ગંદા પાણીનો નિકાલ કેવી રીતે થાય છે?
(22)શું નહાવાની સુવિધા છે?
(23)શું રસોડું છે? LPG/PNG ઉપલબ્ધ છે?
(24)રસોઈ માટે વપરાતું મુખ્ય બળતણ

ડિજિટલ એક્સેસ સંબંધિત પ્રશ્નો
(25)શું રેડિયો/ટ્રાન્ઝિસ્ટર છે?
(26)શું ટીવી છે?
(27)શું ઇન્ટરનેટ સુવિધા છે?
(28)શું લેપટોપ/કમ્પ્યુટર છે?
(29)શું મોબાઇલ ફોન છે?

વાહનો અને અન્ય માહિતી
(30)શું સાયકલ/સ્કૂટર/બાઈક છે?
(31)શું કાર/જીપ/વાન છે?
(32)પરિવાર દ્વારા કયા અનાજનો સૌથી વધુ ઉપયોગ થાય છે?
(33)મોબાઇલ નંબર (માત્ર વસ્તી ગણતરી હેતુ માટે)
 

AUTHOR
Admin

Admin

Author details are not available.