પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડની મુલાકાતે, વિકાસ કાર્યોની કરી સમીક્ષા



પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વલસાડની મુલાકાતે, વિકાસ કાર્યોની કરી સમીક્ષા



Valsad News: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વલસાડ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન તેમણે વાપીના નાગરિકો, ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે સંવાદ સાધી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી.
જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કામો તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રકલ્પોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે વિકાસ કાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ અને સંબંધિત આગેવાનો પાસેથી માહિતી મેળવી હતી.
મુલાકાતના અંતર્ગત વાપી સ્થિત VIA (વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન) હોલ ખાતે જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો સાથે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ, રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ, જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન સંગઠનાત્મક મુદ્દાઓ, વિકાસલક્ષી કાર્યક્રમો અને આગામી સમયની કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.




