Get News Alerts

Never miss breaking news updates.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પાછી ઠેલાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં અત્યારે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. તેની સીધી અસર હવે વિદ્યાર્થીઓ ઉપર પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નવો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. કે સ્થાનિક ચૂંટણીને લઈને પરીક્ષામાં તારીખો ફેરબદલ કરવામાં આવી છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ જેવી પરીક્ષાઓ 16 એપ્રિલથી ચાલુ થવાની હતી. તે હવે 1મેથી શરુ કરવામાં આવશે, તેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 08 Apr 2026 12:20 PM IST
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પાછી ઠેલાઈસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પાછી ઠેલાઈ


અમદાવાદ: ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે આ ચૂંટણીની અસર હવે શૈક્ષણિક કાર્યક્રમો પર પણ જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ એપ્રિલ માસમાં લેવાનારી વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષાઓ ચૂંટણીને કારણે પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

16 એપ્રિલને બદલે હવે 1 મેથી પરીક્ષા યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા નવા શેડ્યૂલ મુજબ, આર્ટસ, કોમર્સ, સાયન્સ અને લો સહિતના વિવિધ સેમેસ્ટરની જે પરીક્ષાઓ 16 એપ્રિલથી શરૂ થવાની હતી, તે હવે 1 મેથી લેવામાં આવશે. યુનિવર્સિટીએ આ અંગેનો સુધારેલો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.

તારીખોમાં થયેલો ફેરફાર:  ચૂંટણીની કામગીરી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે:

જૂની તારીખ: 16 એપ્રિલ  નવી તારીખ: 1 મે થી શરૂ થશે  અન્ય ફેરફાર: જે પરીક્ષાઓ 24 એપ્રિલે લેવાની હતી, તે હવે આગામી 12 મે ના રોજ લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ પર અસર ચૂંટણીના કારણે પરીક્ષાઓ પાછી ઠેલાતા વિદ્યાર્થીઓને તૈયારી માટે થોડો વધુ સમય મળશે. જોકે, વેકેશન અને આગળના શૈક્ષણિક સત્ર પર તેની અસર પડી શકે છે. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાનો વિગતવાર સુધારેલો કાર્યક્રમ ચેક કરી શકે

AUTHOR
Admin

Admin

Author details are not available.