Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત વિધાનસભાની વિવિધ નાણાંકીય સમિતિઓના અધ્યક્ષોની જાહેરાત

Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા વિવિધ નાણાંકીય અને વિધાનસભાકીય સમિતિઓના અધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી છે. ચાર સમિતિઓ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા બાદ બિનહરીફ ચૂંટણી થવાથી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 20 May 2026 05:36 PM IST
ગુજરાત વિધાનસભાની વિવિધ નાણાંકીય સમિતિઓના અધ્યક્ષોની જાહેરાતગુજરાત વિધાનસભાની વિવિધ નાણાંકીય સમિતિઓના અધ્યક્ષોની જાહેરાત

Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા વિવિધ નાણાંકીય અને વિધાનસભાકીય સમિતિઓના અધ્યક્ષોની જાહેરાત કરવામાં આવી છે. ચાર સમિતિઓ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા બાદ બિનહરીફ ચૂંટણી થવાથી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના ચેરમેન તરીકે ડૉ. સી.જે. ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ તરીકે રમણલાલ વોરાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે પંચાયતી રાજ સમિતિના ચેરમેન તરીકે ઉદય કાનગડની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત ગૌણ વિધાનસભા સમિતિના ચેરમેન તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે. ખાતરી સમિતિના અધ્યક્ષ તરીકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિયુક્તિ કરવામાં આવી છે. વિધાનસભાની વિવિધ સમિતિઓમાં થયેલી આ નિમણૂકોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.