ગુજરાત કેબિનેટના મોટા નિર્ણયો: અમદાવાદના વેપારીઓને સહાય, CC રોડને મંજૂરી અને દર મહિને સ્વચ્છતા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ભારે વરસાદથી થયેલા નુકસાન, વીજ પુરવઠો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં વરસાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકો અને પશુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Growth Now News
Growth Now News
ગુજરાત કેબિનેટના મોટા નિર્ણયો: અમદાવાદના વેપારીઓને સહાય, CC રોડને મંજૂરી અને દર મહિને સ્વચ્છતા અભિયાનગુજરાત કેબિનેટના મોટા નિર્ણયો: અમદાવાદના વેપારીઓને સહાય, CC રોડને મંજૂરી અને દર મહિને સ્વચ્છતા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ભારે વરસાદથી થયેલા નુકસાન, વીજ પુરવઠો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં વરસાદ દરમિયાન મૃત્યુ પામેલા લોકો અને પશુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ભારે વરસાદથી અમદાવાદમાં દુકાન, લારી અને ગલ્લાધારકોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં અમલમાં મુકાયેલા ઠરાવના આધારે અમદાવાદમાં પણ નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવશે.

વરસાદ દરમિયાન વીજ પુરવઠો અને વીજ લાઈનોને થયેલા નુકસાન અંગે ઊર્જા વિભાગે અહેવાલ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ વીજ કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. જરૂરી સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવ્યા બાદ જ કામગીરી કરાવવા જણાવાયું છે.

રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના આંતરિક રસ્તાઓને CC રોડ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. ગામડાંઓ અને જિલ્લા પંચાયતના પાણી ભરાતા તેમજ ભારે વાહન વ્યવહાર ધરાવતા રસ્તાઓ પણ તબક્કાવાર CC રોડ બનાવવામાં આવશે.

આ ઉપરાંત દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8થી 9 વાગ્યા સુધી એક કલાકનું રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન યોજાશે. તેમાં નાગરિકો, જનપ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓને જોડાવા અપીલ કરવામાં આવી છે.