Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ભવ્ય ઉજવણી સમગ્ર ભારત દેશમાં ઉજવાણી રહી છે. તેવામાં આજે ગાંધીનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. જેના દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
Admin
AdminUpdated on: 14 Apr 2026 01:19 PM IST
ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

ગાંધીનગર: ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાતા આંબેડકર સાહેબને યાદ કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિશાળ જનમેદની વચ્ચે સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ હાજરી આપી ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમના દ્વારા આંબેડકરના વિચારો અને સમાનતાના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ કરવામાં આવી હતી.

આ ઉજવણી દરમ્યાન લોકગીત અને સંગીતના રંગારંગ કાર્યક્રમો યોજાયા, જેમાં કલાકારોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. સાથે સાથે, આ ખાસ અવસરને અનોખી રીતે ઉજવવા માટે 135 કિલોની વિશાળ કેક પણ કાપવામાં આવી હતી, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા અને ડૉ. આંબેડકરના આદર્શોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.