સુરતના સચિન વિસ્તારમાં બાળકીનું ધાબા પરથી પડી જતા નિધન



AI Image
સુરતના સચિન વિસ્તારમાં બાળકીનું ધાબા પરથી પડી જતા નિધન



AI Image
સુરતમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એઢી વર્ષની બાળકી ધાબા ઉપરથી પટકાતા ઘટના સ્થળ પર મોત થયુ છે. બાળકી રમતી રમતી ધાબા ઉપર ગઈ હતી જ્યારે તે અચાનક ગ્રીલના સળિયા વચ્ચે સરકી જતા નીચે પટકાઈ હતી. જેના કારણે ઈજા થતા તેને ગંભીર ઈજાના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરવામાં આવી હતી.
સુરતમાં સચિન વિસ્તારમાં અઢી વર્ષની એક બાળકી ધાબા ઉપર રમતા નીચે પટકાતા મોત થયુ હતુ. જેને લઈને પરિવાર અને આસપાસના લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના સવારે સચિન વિસ્તારમાં અઢી વર્ષની બાળકી રમતા રમતા ધાબા ઉપર ગઈ હતી. જ્યારે રમતા ગ્રીલના સળિયા વચ્ચેને ગેપમાંથી સરકી ગઈ હતી જેના કારણે તે નીચે પટકાઈ હતી. તેથી તેને મોઢા અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી પરિવાર અને આસપાસના લોકોએ 108ના મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
જ્યારે બાળકી ધાબા ઉપરથી નીચે પડકાઈ હતી. ત્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરિવાર અને પડોશીઓ તરત જ નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ડોક્ટરોએ તેની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. પણ ધાબા ઉપરથી નીચે પટકાતા બાળકી એટલી ગંભીર ઈજા મોઢા અને માથા ઉપર થઈ હતી. કે સારવાર દરમિયાન જ બાળકીનું મોત થઈ ગયુ હતુ. આ સમાચાર બાળકીના માતા પિતાને મળતા જ તેમના ઉપર આભ ફાટી નિકળ્યુ હતુ. જેના કારણે પરિવાર અને આસપાસના લોકોમાં દુખની લાગણી પ્રસરી ગઈ હતી.




