ઘાનાની જીત સાથે વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત! પનામાને 1-0થી હરાવી કાલેબ યિરેનકી બન્યા હીરો



ઘાનાની જીત સાથે વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત! પનામાને 1-0થી હરાવી કાલેબ યિરેનકી બન્યા હીરો



કેનેડા ટોરોન્ટોમાં રમાયેલી આ રોમાંચક મેચમાં શરૂઆતથી જ પનામાએ આક્રમક રમત દેખાડી હતી. આમિર મુરિલ્લોના લો ક્રોસ પર સેસિલિયો વોટરમેનને ગોલ કરવાની તક મળી હતી, પરંતુ ઘાનાના ગોલકીપર બેનજામિન અસારેના શાનદાર સેવે ટીમને બચાવી લીધી હતી.
પનામાને બીજી પણ સારી તક મળી હતી, જ્યારે અસારેનો ખરાબ પંચ સીધો જીઓવાની રામોસ પાસે ગયો હતો, પરંતુ તે પણ તેનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો.
બીજા હાફમાં બંને ટીમોએ આક્રમક રમત બતાવી હતી, પરંતુ ગોલની તકોને ગોલમાં ફેરવી શકી નહોતી. મેચ ડ્રોની તરફ આગળ વધી રહી હતી ત્યારે ઘાનાએ અંતિમ ક્ષણોમાં શાનદાર કાઉન્ટર એટેક કર્યો હતો.
આ હુમલામાં Caleb Yirenkyiએ નિર્ણાયક ગોલ ફટકારીને ઘાનાને 1-0ની જીત અપાવી હતી. આ તેમનો આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પહેલો ગોલ પણ રહ્યો હતો.
ખાસ રેકોર્ડ:
ઘાનાના કોચ Carlos Queirozએ પણ આ મેચ સાથે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં અલગ ટીમોને કોચિંગ આપનાર વિશ્વના માત્ર બીજા કોચ બન્યા છે. અગાઉ આ સિદ્ધિ બોરા મિલુટિનોવિચે મેળવી હતી.




