Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં ગેસ લાઇન દુર્ઘટના: પ્રચંડ ધડાકા બાદ આગથી અફરાતફરી

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામે ગેસ લાઇનમાં અચાનક લાગેલી આગ અને પ્રચંડ ધડાકાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે બનેલી આ ઘટનામાં મહુડી–પેથાપુર હાઇવે સુધી આગના ગોળા જોવા મળતા સ્થાનિકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 May 2026 04:49 PM IST
ગાંધીનગરમાં ગેસ લાઇન દુર્ઘટના: પ્રચંડ ધડાકા બાદ આગથી અફરાતફરીગાંધીનગરમાં ગેસ લાઇન દુર્ઘટના: પ્રચંડ ધડાકા બાદ આગથી અફરાતફરી

ગાંધીનગર: માણસા તાલુકાના પુંધરા ગામે ગુરુવારે જમીનમાંથી પસાર થતી ગેસ લાઇનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ ગેસ લાઇનમાં દબાણ વધવાના કારણે પ્રચંડ ધડાકો થયો હતો અને ત્યારબાદ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાને પગલે મહુડી–પેથાપુર હાઈવે નજીક આકાશમાં આગના ઊંચા ગોળા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ગેસ પાઈપલાઇનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકો સલામત જગ્યાએ દોડી ગયા હતા.

પ્રાથમિક તપાસમાં ગેસ લાઇનમાં વધેલા દબાણને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.