Get News Alerts

Never miss breaking news updates.

ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ

Gandhinagar Police: રૂપાલના વરદાયિની માતાજીના મંદિર પરિસરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવા મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીનગર પોલીસે બનાસકાંઠાથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
Admin
AdminUpdated on: 30 May 2026 05:32 PM IST
ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ

Gandhinagar Police: રૂપાલના વરદાયિની માતાજીના મંદિર પરિસરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવા મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીનગર પોલીસે બનાસકાંઠાથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ સાથે જ પોલીસે 1.10 લાખ કેશ સહિત ચાંદીની છત્રી કબ્જે કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ આરોપીઓ વિરુદ્ધ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે.

ચોરી કરવાના બે-ત્રણ દિવસ પહેલાં આરોપીઓ રેકી કરીને ગયા હતા. ત્યારબાદ ચોરીના દિવસે પાછળથી કૂદીને ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે કુલ 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યુ હતુ કે, ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસે રહેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ ઘરફોડના ગુના, બાઇક ચોરી સહિત અનેક ગુના દાખલ થયેલા છે. આ લોકો વારાફરતી ગ્રુપ ચેન્જ કરતા અને ત્યારબાદ સાથે મળીને કામ કરતા હતા. આરોપીઓએ મંદિરની રેકી કરીને નક્કી કર્યું હતું કે, પાછળના રસ્તેથી ઘૂસવું સરળ રહેશે. ત્યારે તેઓ કૂદીને અંદર આવ્યા અને ખોડિયાર માતાજીના મંદિરનો દરવાજો તોડીને દાનપેટીમાંથી ચોરી કરી હતી.’

AUTHOR
Admin

Admin

Author details are not available.