આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે, CM-DyCM સાથે બેઠક



આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે, CM-DyCM સાથે બેઠક



ગાંધીનગરઃ એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સનું પાંચ સભ્યોનું ડેલિગેશન બીડ ઈવેલ્યુએશન પેનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાતે છે. આગામી 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્યુ આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ-નિરીક્ષણ માટે તા. 22 અને 23 જૂન એમ 2 દિવસો માટે ગુજરાત આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મુલાકાત બેઠકથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ-મુલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ. ગુજરાત સરકાર આ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2031ની યજમાની મેળે તે માટે આશાવાદી છે અને આ રમતોના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
આ મૂલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ, કોમનવેલ્થ ગેઈમ્સ-2030 સહિત વર્લ્ડક્લાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે અને આ હેતુસર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્રમોદી સ્ટેડિયમ, કરાઈ એકેડમી જેવા સ્થળોએ આવી વિશ્વવ સ્તરીય રમતોના આયોજન માટેની સુવિધાઓ ઝડપભેર વિકસી રહી છે.
આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ વાળા, આદીલ સુમારીવાલા, વાઈસ પ્રેસિડન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




