Get News Alerts

Never miss breaking news updates.

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં મોટી રાહત, નાણાં વિભાગનું નવું જાહેરનામું

Gandhinagar Gift City Liquor: ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને વ્યાવસાયિક હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે વિદેશી દારૂ પર કરમાં મોટી રાહત જાહેર કરવામાં આવી છે. રાજ્યના નાણાં વિભાગે 23 જૂન, 2026ના રોજ જાહેરનામું બહાર પાડી ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ અધિનિયમ હેઠળની જોગવાઈમાં સુધારો કર્યો છે. જાહેરનામા મુજબ ગિફ્ટ સિટીની મંજૂર ‘વાઇન એન્ડ ડાઇન’ સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂ પર વસૂલાતો કર પ્રતિ રૂપિયા 25 પૈસાથી વધુ હોય તો વધારાનો કર માફ કરવામાં આવશે.
Admin
AdminUpdated on: 24 Jun 2026 11:21 AM IST
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં મોટી રાહત, નાણાં વિભાગનું નવું જાહેરનામુંગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર કરમાં મોટી રાહત, નાણાં વિભાગનું નવું જાહેરનામું

Gandhinagar Gift City Liquor: ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને વ્યાવસાયિક હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે વિદેશી દારૂ પર કરમાં મોટી રાહત જાહેર કરવામાં આવી છે. રાજ્યના નાણાં વિભાગે 23 જૂન, 2026ના રોજ જાહેરનામું બહાર પાડી ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ અધિનિયમ હેઠળની જોગવાઈમાં સુધારો કર્યો છે. જાહેરનામા મુજબ ગિફ્ટ સિટીની મંજૂર ‘વાઇન એન્ડ ડાઇન’ સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂ પર વસૂલાતો કર પ્રતિ રૂપિયા 25 પૈસાથી વધુ હોય તો વધારાનો કર માફ કરવામાં આવશે.

આ રાહતનો લાભ માત્ર નોંધાયેલા FL-3 લાયસન્સ ધરાવતા ડીલરોને મળશે અને તે ગિફ્ટ સિટીના મંજૂર વિસ્તારમાં ગ્રાહકોને પીરસાતા વિદેશી દારૂ માટે જ લાગુ પડશે. સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલી આ જોગવાઈ જાહેરનામું બહાર પડતાંની સાથે જ અમલમાં આવી ગઈ છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં હોસ્પિટાલિટી અને સેવા ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ ત્યાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને વિદેશી રોકાણકારોને પણ પરોક્ષ લાભ મળશે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વ્યવસાયિક વાતાવરણને વધુ અનુકૂળ બનાવવા સરકારનું આ વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.