Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરના દશેલામાં અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ-પેકેજિંગ પ્લાન્ટ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણ

Amit Shah Gujarat Visit: ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે તૈયાર થયેલા અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલા આ સંપૂર્ણ ઓટોમેટીક પ્લાન્ટને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
Admin
AdminUpdated on: 16 May 2026 06:54 PM IST
ગાંધીનગરના દશેલામાં અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ-પેકેજિંગ પ્લાન્ટ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણગાંધીનગરના દશેલામાં અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ-પેકેજિંગ પ્લાન્ટ તૈયાર, અમિત શાહ કરશે લોકાર્પણ

Amit Shah Gujarat Visit: ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે તૈયાર થયેલા અદ્યતન મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલા આ સંપૂર્ણ ઓટોમેટીક પ્લાન્ટને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

કાર્યક્રમ પૂર્વે સ્થળ પર તમામ વ્યવસ્થાઓ અને તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી. ગાંધીનગર સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દ્વારા પણ પ્લાન્ટ અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્લાન્ટ શરૂ થતાં દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગની કામગીરી વધુ આધુનિક અને ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ જિલ્લાના દૂધ ઉત્પાદક ખેડૂતોને પણ તેનો સીધો લાભ મળશે તેવી શક્યતા છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.