Get News Alerts

Never miss breaking news updates.

કોસ્ટ ગાર્ડની ‘સુવર્ણ જયંતી, ગાંધીનગરમાં DyCM હર્ષ સંઘવીને હસ્તે ‘Chh-4 B Circle’નું લોકાર્પણ

Harsh Sanghavi: 50મા કોસ્ટ ગાર્ડ સ્થાપના દિન નિમિત્તે આજે બુધવારે ગાંધીનગર ખાતે છ-4 સર્કલ પર કોસ્ટ ગાર્ડ કામગીરીની પ્રતિકૃતિ સમાન સર્કલના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોસ્ટ ગાર્ડની સેવા દર્શાવતા અભિનંદન પાઠવ્યા હતા.
Admin
AdminUpdated on: 17 Jun 2026 03:09 PM IST
કોસ્ટ ગાર્ડની ‘સુવર્ણ જયંતી, ગાંધીનગરમાં DyCM હર્ષ સંઘવીને હસ્તે ‘Chh-4 B Circle’નું લોકાર્પણકોસ્ટ ગાર્ડની ‘સુવર્ણ જયંતી, ગાંધીનગરમાં DyCM હર્ષ સંઘવીને હસ્તે ‘Chh-4 B Circle’નું લોકાર્પણ

Harsh Sanghavi: 50મા કોસ્ટ ગાર્ડ સ્થાપના દિન નિમિત્તે આજે બુધવારે ગાંધીનગર ખાતે છ-4 સર્કલ પર કોસ્ટ ગાર્ડ કામગીરીની પ્રતિકૃતિ સમાન સર્કલના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોસ્ટ ગાર્ડની સેવા દર્શાવતા અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર મેયર મીરાબેન પટેલ, રીટાબેન પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે, દરિયાઈ સરહદ પર ડ્રગ્સની હેરાફેરી પર બાજ નજર રાખી મોટાપાયે નશીલા પદાર્થ ઝડપી લઈ ઉત્તમ કામગીરી કરી છે.

આ સાથે જ અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવા સમયે પણ આ જવાનોએ સરાહનીય કામગીરી કરી છે. આ સર્કલ નિર્માણ થતાં ખાસ કરીને બાળકોમાં તેમના પ્રત્યે જાણકારી સાથે આદર ભાવ વધશે.

આ અંગે X પર પોસ્ટ કરતાં હર્ષ સંઘવીએ લખ્યુ કે, ‘​ભારતીય તટરક્ષક દળની ૫૦ વર્ષની શૌર્યપૂર્ણ સફર અને 'સુવર્ણ જયંતી' નિમિત્તે, આજે ગાંધીનગર ખાતે 'Chh-4 B Circle'નું લોકાર્પણ કર્યું. ​રાષ્ટ્રની સુરક્ષા માટે રાત-દિવસ કાર્યરત આપણા વીર તટરક્ષકોના સમર્પણ અને સાહસને સર્કલ હંમેશા વંદન કરતું રહેશે. આ સર્કલ આપણા સૈન્ય દળો પ્રત્યે ગુજરાતની જનતાના આદર અને કૃતજ્ઞતાનું પ્રતીક છે.’

AUTHOR
Admin

Admin

Author details are not available.