Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં ACB ટ્રેપ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સપેક્ટર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

Gandhinagar ACB Trap: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગાંધીનગરમાં સફળ ટ્રેપ ગોઠવી આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલ ઈન્સપેક્ટરને રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મનિષકુમાર નવીનચંદ્ર રાવલ (ઉ.વ. 53) તરીકે થઈ છે, જે ઉદ્યોગ ભવન, છઠ્ઠા માળે આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર વર્ગ-2 તરીકે ફરજ બજાવે છે.
Admin
AdminUpdated on: 18 May 2026 09:13 PM IST
ગાંધીનગરમાં ACB ટ્રેપ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સપેક્ટર 50 હજારની લાંચ લેતા ઝડપાયોગાંધીનગરમાં ACB ટ્રેપ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સપેક્ટર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

Gandhinagar ACB Trap: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગાંધીનગરમાં સફળ ટ્રેપ ગોઠવી આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલ ઈન્સપેક્ટરને રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મનિષકુમાર નવીનચંદ્ર રાવલ (ઉ.વ. 53) તરીકે થઈ છે, જે ઉદ્યોગ ભવન, છઠ્ઠા માળે આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર વર્ગ-2 તરીકે ફરજ બજાવે છે.

એ.સી.બી.ને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદી બાંધકામ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમનું કામ કરે છે. આ સિસ્ટમના પ્રમાણપત્રોને માન્ય રાખવા અને એન.ઓ.સી. સંબંધિત કાર્યવાહી માટે આરોપીએ ફરિયાદી પાસે રૂ.5 લાખની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીએ આરોપીને માંગણી મુજબ હપ્તાવાર રકમ આપવાની વાત કરી હતી અને પ્રથમ તબક્કે રૂ.50 હજાર આપવાનો વાયદો કર્યો હતો. જો કે, ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ એ.સી.બી.એ 18 મે, 2026ના રોજ ગાંધીનગર ખાતે ઘ-2 સર્કલ, પટેલ આઈસ્ક્રીમ પાસે અને 102 એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.50 હજારની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હાલ એ.સી.બી. દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.