Get News Alerts

Never miss breaking news updates.

પૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી 6 લાખની છેતરપિંડી કરી

રાજકોટ શહેરમાં પૂર્વ વિદ્યાર્થી પોતાની શિક્ષકને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે આર્થિક શોષણ કર્યાનો આરોપ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે. આશરે 10 વર્ષ પહેલા શિક્ષકા પાસેથી અભ્યાસ કરેલા ધ્રુવ દેસાઈ શાળા પૂર્ણ થયા બાદ 10 વર્ષ બાદ ફરી સંપર્કમાં આવતા ધીમે ધીમે વિશ્વાસ જીતીને પ્રેમજાળમાં ફસાવી 6 લાખ કરતા વધારે પૈસા પડાવી લીધા હતા.
Admin
AdminUpdated on: 25 Mar 2026 05:03 PM IST
પૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી 6 લાખની છેતરપિંડી કરીપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી 6 લાખની છેતરપિંડી કરી

શહેરમાં વિશ્વાસને ઝંઝોડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૂર્વ વિદ્યાર્થીએ પોતાની જ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક અને આર્થિક શોષણ કર્યાનો આક્ષેપ થયો છે. આ મામલે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, આશરે 10 વર્ષ પહેલા મહિલા શિક્ષિકા પાસેથી અભ્યાસ કરેલા ધ્રુવલ દેસાઈ શાળા પૂર્ણ થયા બાદ સંપર્કમાં ન રહ્યો હતો. જોકે, વર્ષ 2024માં તેણે સોશિયલ મીડિયા મારફતે ફરીથી શિક્ષિકાનો સંપર્ક સાધ્યો હતો. વિદ્યાર્થી તરીકે ઓળખ આપી તેણે ધીમે ધીમે વિશ્વાસ જીત્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ.

પોલીસ ફરિયાદ અનુસાર, ધ્રુવલે લગ્ન કરવાની લાલચ આપી શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી હતી. વિશ્વાસમાં આવી ગયેલી મહિલાની સાથે છેલ્લા બે વર્ષ દરમિયાન અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, તેણે અંગત જરૂરિયાતો અને લગ્નના બહાના હેઠળ મહિલાથી સોનું, ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ મેળવ્યા હતા.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ અલગ અલગ સમયે અંદાજે 6 લાખ રૂપિયાથી વધુની મત્તા પડાવી લીધી છે. જેમાં રોકડ રકમ તેમજ કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે.

પછી મહિલાને જાણ થઈ કે આરોપી ધ્રુવલે બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા પીડિતાએ હિંમત દાખવી અને પોલીસનો સહારો લીધો હતો.

પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ ફરાર આરોપી ધ્રુવલ દેસાઈને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.