Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે ‘વિકાસનો પર્યાય’ અને ‘ભરોસાનું નામ’

સુરત જિલ્લાના મહુવા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશાળ ‘બુથ કાર્યકર્તા સંમેલન‘ યોજાયું દક્ષિણ ગુજરાતે સહકારી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ આજે સમગ્ર દેશ માટે મોડેલ બની છે - જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપે જનતાને ‘ન જાતિવાદ, ન પરિવારવાદ, ન તૃષ્ટીકરણ’ સાથેનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે - જગદીશભાઈ વિશ્વકર્મા
Admin
AdminUpdated on: 15 Mar 2026 03:19 PM IST
ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે ‘વિકાસનો પર્યાય’ અને ‘ભરોસાનું નામ’ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે ‘વિકાસનો પર્યાય’ અને ‘ભરોસાનું નામ’

ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, પૂર્ણા નદીના કિનારે વસેલો આ જિલ્લો કૃષિ અને સહકારીતાનું હૃદય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે ભાજપા સરકાર સતત કાર્યરત છે. દક્ષિણ ગુજરાતે સહકારી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ આજે સમગ્ર દેશ માટે મોડેલ બની છે.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, વિપક્ષના નેતાઓ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે અફવાઓ ફેલાવવાનું અને સંસદ બહાર માત્ર વિરોધ કરવાનું કામ કરે છે. તેઓએ હાલમાં LPG અંગે કોંગ્રેસ દ્વારા ફેલાવાઈ રહેલી અફવાઓ તેમજ સંસદમાં પ્રજાની ચિંતા કરવાના સ્થાને સંસદના પગથિય બેસી  ચા- બિસ્કીટ ખાવાની ઘટનાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના ૬૦ વર્ષના શાસનને ‘૪-ક’ (કોંગ્રેસ એટલે કરપ્શન, કમિશન, કમ્યુનલ રાયોટ્સ અને ક્રિમિનલ પોલિટિક્સ) તરીકે ઓળખાવ્યું હતું. તેની સામે ભાજપે જનતાને ‘ન જાતિવાદ, ન પરિવારવાદ, ન તૃષ્ટીકરણ’ સાથેનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે. વિકસિત ભારત ૨૦૪૭નું સપનું સાકાર કરવા માટે મોદીજીના નેતૃત્વમાં ભાજપનો દરેક કાર્યકર્તા કમર કસી રહ્યો છે. આજે ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે ‘વિકાસનો પર્યાય’ અને ‘ભરોસાનું નામ’ છે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરતની ઐતિહાસિક વિરાસતને યાદ કરતા જણાવ્યું કે, સુરત સદીઓથી ભારતનું વ્યાપારી બંદર રહ્યું છે અને અહીંના લોકોના સાહસિક વેપારની વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. છેલ્લા ૧૦ વર્ષમાં આ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે ૭૬ જેટલા નાના-મોટા પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામ્બા થી આસ્થાના કેન્દ્ર બ્રહ્મદેવ મંદિર સુધી પહોંચવા માટે પણ નવા પુલનું કામ પ્રગતિમાં છે. રૂ.૩૭૬ કરોડના ખર્ચે બારડોલીથી અનાવલ ફોરલેન રસ્તાનું નિર્માણ અને નાલોઠા ખાતે રૂ. ૫૧ કરોડના ખર્ચે આદિવાસી આદર્શ નિવાસી શાળા જેવી સુવિધાઓએ આ વિસ્તારની કાયાપલટ કરી છે. 

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં જાતિવાદ અને પ્રાંતવાદને જાકારો આપીને 'વિકાસની રાજનીતિ'ની જે ભેટ આપી છે, તેના ફળસ્વરૂપે જ આજે કચ્છથી ડાંગ સુધી સર્વાંગી વિકાસ થયો છે. સમગ્ર દેશમાં અમૂલ અને સુમુલનું સહકારી મોડલ વખણાય છે, જેની 150થી વધુ પ્રોડક્ટ્સ આજે વિદેશોમાં પણ નિકાસ થાય છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેમને પોતાના પાકના ઉત્તમ ભાવ મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સતત કાર્યરત છે. ખેડૂતોને ઉત્પાદનના વેચાણની ચિંતા ન રહે અને આર્થિક સમૃદ્ધિ મળે તે જ સરકારની પ્રાથમિકતા છે. ગરીબો માટે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર, પીએમ કિસાન સન્માન નિધિ અને આદિવાસી વિસ્તારોમાં મિલેટ્સ (નાગલી) નું માર્કેટિંગ જેવા કાર્યોએ જનતાનો ભરોસો જીત્યો છે. વધુમાં, અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા ૨.૫ લાખથી વધારીને ૬ લાખ કરીને ભાજપ સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના સંતાનોના ઉચ્ચ અભ્યાસની ચિંતા કરી છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઇ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપા અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોલિયા, સહિત આગેવાનો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

AUTHOR
Admin

Admin

Author details are not available.