Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં PSI દ્વારા રિવોલ્વર સાફ કરતી વખતે ફાયરિંગ: બે લોકો ઘાયલ, તપાસ શરૂ

રાજકોટમાં કાલે મોડી રાત્રે ફાયરિંગ થતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. કાલે રાત્રે પીએસઆઈ પોતાના ઘરમાં રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. ત્યારે ભૂલમાંથી ફાયરિંગ થઈ ગયુ હતુ. જેના કારણે તેમના હાથમાં અને પાસે રહેલી મહિલાના કમરમાં ગોળી વાગતા ઈજા પહોંચી હતી. ફાયરિગનો અવાજ આવતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને બંન્નેને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ વાતની જાણ પોલીસતંત્ર થઈ ત્યારે તેવો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
Admin
AdminUpdated on: 31 Mar 2026 12:51 PM IST
રાજકોટમાં PSI દ્વારા રિવોલ્વર સાફ કરતી વખતે ફાયરિંગ: બે લોકો ઘાયલ, તપાસ શરૂરાજકોટમાં PSI દ્વારા રિવોલ્વર સાફ કરતી વખતે ફાયરિંગ: બે લોકો ઘાયલ, તપાસ શરૂ

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શુલ્ક એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં રાજકોટ પોલીસ ખાતામાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડ્યા સહિત એક મહિલા ઘાયલ થયા છે.

પીએસઆઈ એન.કે. પંડ્યા પોતાના નિવાસસ્થાને રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ હતી. ગોળી પહેલા તેમના હાથમાં વાગી હતી અને બાદમાં તેમની પાસે હાજર એક મહિલાના કમરના ભાગમાં વાગી હતી. ફાયરિંગનો જોરદાર અવાજ સાંભળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બંને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને અન્ય પોલીસકર્મીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેમણે ઘાયલોની તબિયત અંગે માહિતી મેળવી હતી.

પ્રાથમિક રીતે આ ઘટના અકસ્માત  થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હકીકત શું છે તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પીએસઆઈ એન.કે. પંડ્યાની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે, જેથી ઘટનાની સંપૂર્ણ સત્યતા સામે આવી શકે.

પોલીસ દ્વારા જણાવાયું છે કે, ફાયરિંગ ભૂલથી થયું કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના પછી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.