ભચાઉમાં ફાયરિંગની ઘટના: વ્યક્તિની ગોળી મારી હત્યા, આરોપી ફરાર



ફાઈલ ફોટો
ભચાઉમાં ફાયરિંગની ઘટના: વ્યક્તિની ગોળી મારી હત્યા, આરોપી ફરાર



ફાઈલ ફોટો
ભચાઉ: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોંધ વિસ્તારમાં આજે સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓવરબ્રિજ નજીક થયેલી આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, હરગોવિંદભાઈ સાધુ અને મુકેશ સાધુ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા મુકેશ સાધુએ હરગોવિંદભાઈ પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં હરગોવિંદભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ આરોપી મુકેશ સાધુ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ફાયરિંગની ઘટના અંગે આસપાસના વિસ્તારમાં જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બનાવ અંગત રંજિશને કારણે બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




