Get News Alerts

Never miss breaking news updates.

ભરૂચ ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 15 કામદારો ઈજાગ્રસ્ત

ઝઘડિયા GIDC સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપી ફેલાઈ કે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Apr 2026 05:00 PM IST
ભરૂચ ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 15 કામદારો ઈજાગ્રસ્તભરૂચ ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 15 કામદારો ઈજાગ્રસ્ત

ફાઈલ ફોટો

ભરૂચ: ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં કુલ 15 કામદારો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.

મળતી માહિતી મુજબ, ઝઘડિયા GIDC સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપી ફેલાઈ કે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

ઘટનાના સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા કામદારો આગની ઝપટમાં આવી જતા તેમને ઈજાઓ પહોંચી હતી. કુલ 15 કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. લાંબા પ્રયત્નો બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી.

આગ લાગવાના કારણે કંપનીમાં મોટું આર્થિક નુકસાન થયાનું પણ અનુમાન છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.