Get News Alerts

Never miss breaking news updates.

ધારીમાં ભંગારના ડેલામાં આગ: સ્થાનિકોએ મહેનતથી કાબૂ મેળવ્યો

ધારીમાં ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગતાની સાથે આસપાસના લોકો ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ધારીમાં ફાયર વિભાગની સગવળના હોવાને કારણો લોકોએ જાતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતાની સાથે અંદર રહેલો માલ સામાનને ભારે નુકશાન થયુ હતુ.
Admin
AdminUpdated on: 28 Mar 2026 02:51 PM IST
ધારીમાં ભંગારના ડેલામાં આગ: સ્થાનિકોએ મહેનતથી કાબૂ મેળવ્યોધારીમાં ભંગારના ડેલામાં આગ: સ્થાનિકોએ મહેનતથી કાબૂ મેળવ્યો

ધારી ખાતે આજે સવારે ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હરીપુરા રોડ નજીક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

માહિતી મુજબ, આગ લાગતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

જોકે, ધારી નગરપાલિકામાં ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સ્થાનિક લોકોને જ આગ બુઝાવવા માટે પ્રયાસો કરવા પડ્યા હતા. લોકોએ પાણીની વ્યવસ્થા કરીને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આગના કારણે ભંગારના માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આગ લાગવાની સાથે આસપાસના વિસ્તારોમાં  ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.