Get News Alerts

Never miss breaking news updates.

ફિલ્મી સીન કે રાજકીય સંકેત? વિજયની કાર નંબર પ્લેટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી!

વાયરલ વીડિયોમાં વિજય અને સંગીત નિર્દેશક પ્રેમજી અમરન કારમાં બેઠા દેખાય છે. બંને વચ્ચે હળવી મજાકભરી વાતચીત ચાલી રહી છે. આ સીન ફિલ્મ ‘ગોટ’ (Greatest of All Time)નો છે, જે 2024માં રિલીઝ થઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 04:31 PM IST
ફિલ્મી સીન કે રાજકીય સંકેત? વિજયની કાર નંબર પ્લેટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી!ફિલ્મી સીન કે રાજકીય સંકેત? વિજયની કાર નંબર પ્લેટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી!

ચેન્નાઈ: તમિલનાડુની રાજનીતિમાં અભિનેતા થી નેતા બનેલા વિજય ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરના વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK)ના પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક જૂનો ફિલ્મી સીન વાયરલ થયો છે, જેમાં કારની નંબર પ્લેટ ખાસ ચર્ચાનો વિષય બની છે.

વાયરલ વીડિયોમાં વિજય અને સંગીત નિર્દેશક પ્રેમજી અમરન કારમાં બેઠા દેખાય છે. બંને વચ્ચે હળવી મજાકભરી વાતચીત ચાલી રહી છે. આ સીન ફિલ્મ ‘ગોટ’ (Greatest of All Time)નો છે, જે 2024માં રિલીઝ થઈ હતી.

વિડિયોમાં કારની નંબર પ્લેટ “TN 07 CM 2026” દેખાય છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. લોકો આને હાલની રાજકીય પરિસ્થિતિ સાથે જોડીને મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પ્રેમજી અમરને આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, “વેનકટ પ્રભુએ આ પહેલેથી જ વિચાર્યું હતું.” જેના પર ડાયરેક્ટર વેનકટ પ્રભુએ હાસ્ય ઇમોજી સાથે પ્રતિભાવ આપ્યો હતો.

રાજકીય રીતે જોઈએ તો TVKએ પ્રથમવાર ચૂંટણી લડીને જોરદાર પ્રદર્શન કર્યું છે. પાર્ટી હાલ 108 બેઠકો પર આગળ છે અને બહુમતીથી માત્ર 10 બેઠકો દૂર હોવાનું માનવામાં આવે છે. કુલ 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 બેઠકો જરૂરી છે.

અહેવાલ મુજબ, વિજયે પેરંબુર અને તિરુચી ઈસ્ટ એમ બે બેઠક પરથી જીત મેળવી છે, પરંતુ નિયમો અનુસાર તેમને એક બેઠક છોડી પડશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.