Get News Alerts

Never miss breaking news updates.

નખત્રાણા નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રક-કાર અથડામણમાં 2નાં મોત, 2 ગંભીર

નખત્રાણામાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમા કારના કૂચેકુચા થઈ ગયા હતા, કારમાં સવાર 4 લોકોમાંથી 2 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ વાતની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 04:43 PM IST
નખત્રાણા નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રક-કાર અથડામણમાં 2નાં મોત, 2 ગંભીરનખત્રાણા નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રક-કાર અથડામણમાં 2નાં મોત, 2 ગંભીર

નખત્રાણા નખત્રાણા નજીક ધાવડા-દેવપરા માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ટ્રક સાથે અથડાતાં કૂચેકૂચા થઈ ગઈ હતી.

કારમાં સવાર ચાર લોકોમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

પોલીસને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.