સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાયો, ડીગ્રી વિના લોકોનું ઈલાજ કરતો



AI Image
સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાયો, ડીગ્રી વિના લોકોનું ઈલાજ કરતો



AI Image
સુરત: સુરતમાં એસઓજીને બાતમી મળી હતી કે નવાપુરા વિસ્તારમાં 1 બોગસ ડોક્ટર જે ડિગ્રી વગર લોકોનુ ઈલાજ કરી રહ્યો છે. ત્યારે એસઓજીએ રેડ કરી તેના જોડેથી કોઈપણ પ્રકારની ડીગ્રી મળી આવતી નથી. અને ઘણા વર્ષોથી દવાખાનુ ચલાવતો હતો. લોકોની સ્વચ્છ સાથે ચેડા કરતો હતો. તેના આધારે એસઓજી પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં નકલી ડોક્ટરોને રાફડો ફાટી નિકળ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. દર બીજા દિવસે ગુજરાતમાંથી નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવે છે. તેવી જ રીતે સુરતમાં આવેલા મંગરોળ તાલુકાના નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી એસઓજી પોલીસની માહિતી મળી હતી કે આ વિસ્તારમાં એક ડોક્ટર ડિગ્રી વગર ઈલાજ કરી રહ્યો છે.ને લોકોની સ્વાચ્છ ખાતે ચેડા થઈ રહ્યા છે. તો તરત જ એસઓજીએ દવાખાના ઉપર રેડ પાડવામાં આવી હતી. ત્યારે પોલીસને દવાખાના જઈને જોયુ તો બે બેડ મુકવામાં આવી હતી.
જેના પરથી ખબર પડે છે. કે અહી લોકોની ગંભીર બિમારીનું પણ ઈલાજ કરવામાં આવતુ હતુ. તેના કારણે પોલીસે દવાખાની તપાસ કરી તો દવાઓ સાથે અન્ય ચીઝ વસ્તુઓ મળી આવી હતી. પોલીસે ડોક્ટરને ડીગ્રી વિશે પુછતા તે કોઈપણ પ્રકારનો જવાબ આપી શક્યો ન હતો. અને તેના પાસે ડીગ્રી પણ ન હતી જેના કારણે પોલીસે તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
નવાપુરામાં વર્ષોથી બોગસ દવાખાનુ ચાલતુ હતુ તેવા બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે તેના દવાખાના ઉપર રેડ પાડી ત્યારે તેના જોડે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાનું સામે આવ્યુ હતુ. તેના દવાખાની તપાસ કરતા પોલીસે 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે વર્ષોથી પોતાને ડોક્ટર હોવાનું કહીને લોકોની સ્વચ્છ સાથે ચેડા કરતો હતો. તેથી પોલીસે તેને તાત્કાલિક ઘરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




