Get News Alerts

Never miss breaking news updates.

અમરેલી જિલ્લામાં તમામ 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્ણ, 8 પર ભાજપનો કબજો

પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સત્તાવાર વરણી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના કુલ 11 તાલુકા પંચાયતોમાંથી 8 તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા કબજે કરી છે, જ્યારે બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 May 2026 01:36 PM IST
અમરેલી જિલ્લામાં તમામ 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્ણ, 8 પર ભાજપનો કબજોઅમરેલી જિલ્લામાં તમામ 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્ણ, 8 પર ભાજપનો કબજો

અમરેલી :અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સત્તાવાર વરણી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના કુલ 11 તાલુકા પંચાયતોમાંથી 8 તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા કબજે કરી છે, જ્યારે બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી છે.

જિલ્લાની સૌથી વધુ ચર્ચામાં રહેલી લાઠી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં OBC અનામત પ્રમુખ પદ માટે ભાજપના સમર્થનથી AAPમાંથી ચૂંટાયેલા સભ્યને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

તાલુકાવાર પ્રમુખ અને ઉપપ્રમુખની યાદી

અમરેલી તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : ગીતાબેન માંડણકા
ઉપપ્રમુખ : વિલાસબેન ખુમાણ

બગસરા તાલુકા પંચાયત (AAP)
પ્રમુખ : રમેશભાઈ સતાસીયા
ઉપપ્રમુખ : ચમકુભાઈ ડવ

ધારી તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : મહેશભાઈ સાવલીયા
ઉપપ્રમુખ : ગુલાબબેન વાળા

કુંકાવાવ તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : સોનલબેન પાનસુરીયા
ઉપપ્રમુખ : વિપુલભાઈ પાંચાણી

સાવરકુંડલા તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : દક્ષાબેન મહિડા
ઉપપ્રમુખ : બાવચંદભાઈ ચોડવડીયા

લીલીયા તાલુકા પંચાયત (Congress)
પ્રમુખ : જગદીશભાઈ દેથલીયા
ઉપપ્રમુખ : વિજયભાઈ કોગથિયા

રાજુલા તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : મઘીબેન બાલદાણીયા
ઉપપ્રમુખ : રેખાબેન મકવાણા

બાબરા તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : તુષારભાઈ રામાણી
ઉપપ્રમુખ : ઉર્મિલાબેન કારેણા

જાફરાબાદ તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : ગીતાબેન ડાભી
ઉપપ્રમુખ : રૂપેશભાઈ સાંખટ

ખાંભા તાલુકા પંચાયત (BJP)
પ્રમુખ : શિવલાલ સુદાણી
ઉપપ્રમુખ : બાવભાઈ ભમ્મર

લાઠી તાલુકા પંચાયત (BJP સમર્થિત)
પ્રમુખ : રમિલાબેન પુનતીયા
ઉપપ્રમુખ : પંકજભાઈ બલર

જિલ્લામાં તાલુકા પંચાયતોની રચના પૂર્ણ થતાં હવે સ્થાનિક વિકાસના મુદ્દાઓ અને સત્તાના નવા સમીકરણોને લઈને રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.